Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસમાં થયો બમણો વધારો, શું આ કારણથી શહેરમાં કેસ વધી ગયા છે? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Channel

 મંગળવાર. 

મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસમાં બમણો વધારો થઈ ગયો છે. 190 પરથી 900ની ઉપર થઈ ગયો છે. ત્યારે કોરોના કેસમાં વધારો થવા પાછળનું સાયન્ટિફિક કારણ તો પાલિકા શોધી રહી છે. પરંતુ  મુંબઈગરા પોતે પણ તે માટે જવાબદાર હોવાનું પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલનું કહેવું છે.

મુંબઈના તમામ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા બાદ મુંબઈમાં સાર્વજનિક સ્થળો પર મોટા પ્રમાણમાં ગીરદી થઈ રહી છે. લોકલ ટ્રેનમાં, બજારોમાં ભારે ભીડ હોય છે. ક્રિસમસની રજા હોવાથી ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ફોરેનથી અહીં આવી રહ્યા છે. મહિનાની અંદર 5,000થી વધુ વિદેશથી નાગરિકો અહીં આવ્યા છે. ધાર્મિક, સામાજિક, કાર્યક્રમ, લગ્ન સમારંભમાં પુષ્કળ પ્રમાણમાં લોકો એકઠા થઈ રહ્યા છે. જેમાં લોકો બિન્દાસ કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સાર્વજનિક સ્થળ પર લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે. સોશિયલ ડિસ્ટિન્સિંગના નિયમોનું પાલન કરતા નથી. હજી પણ લોકો વૅક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે. આ બધા કારણથી પણ મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હોવાની નારાજગી કમિશનર ઈકબાલસિંહ ચહલે સોમવારે વ્યક્ત કરી હતી.  તેથી જો આગામી સમયમાં લોકોએ કાળજી લીધી નહીં તો  કોરોના કેસમાં હજી વધારો થવાનો ભય પાલિકાને સતાવી રહ્યો છે.

મુંબઈના રસ્તાના સમારકામ પાછળ આટલા કરોડ રૂપિયાનો ખર્ચો કરશે BMC; જાણો વિગત

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version