Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો!! નાળા સફાઈ પર હવે સામાન્ય મુંબઈગરા પણ આ રીતે નજર રાખી શકશે. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુંબઈમાં નાળાસફાઈ(Mumbai Drain cleaning work)નો દાવો પાલિકા (BMC)પ્રશાસન કરતી હોય છે, છતાં ચોમાસામાં થોડા વરસાદમાં મુંબઈ(Mumbai flood)માં પાણી ભરાઈ જતા હોય છે. નાળા સફાઈના કામને લઈને પાલિકાની ભારે ટીકા થતી હોય છે. તેથી પાલિકાએ નાળા સફાઈના કામમાં પારદર્શકતા લાવવા માટે રોજની નાળા સફાઈના કામની માહિતી સામાન્ય મુંબઈગરા માટે જાહેર કરવાની છે. 

પાલિકાની વેબસાઈટ પર તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરની મદદથી સામાન્ય નાગરિકો મોબાઈલ પરથી પોતાના વિસ્તારમાં કેટલી નાળા સફાઈ થઈ છે, નાળાંમાથી કેટલો કચરો સાફ કર્યો છે એ તમામ માહિતી મેળવી શકશે. https://swd.mcgm.gov.in/wms2022 આ લિંક પર કલીક કરવાની તમામ માહિતી મળશે.

આ સમાચાર પણ વાંચો :  રેલવે યાત્રીઓ માટે મોટા સમાચાર, પશ્ચિમ રેલવેમાં રવિવારે વાણગાંવ-દહાણુ રોડ વચ્ચે મેજર બ્લોક, મુંબઈ-અમદાવાદ સહિત ઉત્તર ભારત ટ્રેનોને થશે મોટી અસર. જાણો વિગતે.

દર વર્ષે પાલિકા (BMC) નાળા સફાઈ પાછળ કરોડ રૂપિયા ખર્ચે છે. છતાં મુંબઈગરા ચોમાસામાં બેહાલ થાય છે. તેથી હવે પાલિકાએ નાળા સફાઈ ની તમામ માહિતી વેબસાઈટ પર મુકવાની છે. તેની લિંક પાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ લિંક પર ક્લિક કરીને નાગરિક પોતાના વોર્ડની માહિતી મેળવી શકશે. વેબસાઈટ પર નાળાની તમામ માહિતી ફોટો અને વિડિયો સહિત હશે.
 

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version