આને સ્વાદના રસિયા કહીએ કે ખાઉધરાઓ… મુંબઈવાસીઓ દિવસના આટલા હજાર ટન કાંદા-બટાકા ખાઈ જાય છે. આંકડો જાણી ચોંકી જશો…

 News Continuous Bureau | Mumbai

મહાનગરી મુંબઈમાં દેશના જુદા જુદા રાજ્યનો નાગરિક જ નહીં પણ વિદેશના પણ અનેક નાગરિકો વસવાટ કરે છે. આ લોકોના ખાવા-પીવાના શોખ પણ વિભિન્ન છે. છતાં મુંબઈની લગભગ સવા કરોડની વસતીમાં સૌથી વધુ ખાવામાં આવતા કોઈ પદાર્થ હોય તો જે કાંદા-બટાટા. સ્વાદના રસિયા મુંબઈગરા પ્રતિદિન બે હજાર ટન કાંદા-બટાટા ચાંઉ કરી જતા હોવાનું કહેવાય છે.

મુંબઈરાની સૌથી માનીતો ખાદ્યપદાર્થ પાઉં વડા અને ભજીયા પાઉં અને કાંદા પોહા કહેવાય છે. એકલા મુંબઈગરા જ રોજના સેંકંડો ટન કાંદા અને બટાટા ખાઈ જતા હોય છે. એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જેને કાંદા-બટાટા નહીં ભાવતા હોય. મુંબઈની સાથે આજુબાજુના શહેરોનો સમાવેશ કરનારા મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઍરિયામાં રોજના  એક હજાર ટન કાંદા અને એક હજાર ટન બટાટા ખવાઈ જતા હોય છે. એટલે કે રોજના બે હજાર ટન કાંદા-બટાટા ખવાઈ જતા હોય છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસનો નવો કાયદો, હવે વગર કારણે હોર્ન વગાડશો તો આટલા કલાક પોલીસ ચોકીમાં બેસવું પડશે. જાણો વિગતે

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રોજના બે હજાર કાંદા-બટાટા સામે પુણેમાં પ્રતિદિન 500 ટન કાંદા અને 400 ટન બટાટા, કોલ્હાપુર શહેરમાં 120 ટન કાંદા અને 40 ટન બટાટા, નાગપુર શહેરમાં 350 ટન દા અને 400 ટન બટાટા, અહમદનગરમાં 100 ટન કાંદા અને 400 ટન બટાટા, નાશિકમાં 200 ટન કાંદા અને 60 ટન બટાટાનો ઉપયોગ થાય છે.

દેશમાં કાંદાના કુલ ઉત્પાદનમાં લગભગ 30 ટકા ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. તેમાંથી કાંદાના ઉત્પાદનમાં લગભગ 17 ટકા ઉત્પાદન તો ફક્ત નાશિકમાં જ થાય છે. સોલાપુર, પુણે તથા સતારામાં પણ મોટા પ્રમાણમાં કાંદાનું ઉત્પાદન થાય છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *