ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈ મહાનગરપાલિકાના માધ્યમથી આપવામાં આવતા બર્થ અને ડેથ સર્ટિફિકેટ માટે હવે વધારાના પૈસા ચૂકવવા પડવાના છે. હાલ બર્થ અને ડેથ સર્ટિફિકેટ માટે અનુક્રમે 30 અને 20 રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. અરજદારોને ત્રણ કોપી આપવામાં આવે છે, છતાં અમુક વખતે લોકો વધારાની કોપી માગે છે. તેથી હવે પાંચથી વધુ કોપી માગનારાને પ્રતિ કોપીએ વધારાના છ રૂપિયા ચૂકવવા પડશે.
મુંબઈ મહાનગરપાલિકાના 24 વોર્ડની ઓફિસમાં નાગરિક સુવિધા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે અહીં પહેલી જાન્યુઆરી 2016 પહેલાના જન્મ અને મૃત્યુ નોંધણીના સર્ટિફિકેટ પાલિકા મામૂલી ફી વસૂલ કરીને આપે છે. જન્મ અને મૃત્યુના સર્ટિફિકેટ માટે 30 રૂપિયા અને બે રૂપિયાનું શુલ્ક અને ડેથ સર્ટિકિફેકટ માટે વીસ રૂપિયા પ્લસ બે રૂપિયાનું શુલ્ક વસૂલવામાં આવે છે.
આ નાગરિક સુવિધા કેન્દ્રમાં ખાનગી સંસ્થાના માધ્યમથી સેવામાં આપવામાં આવે છે. ખાનગી કંપનીને દરેક પાવતી પાછળ ચાલીસ રૂપિયા આપવામાં આવે છે. પાલિકા હવે આ રકમમાં વધારો કરવાની હોવાથી નાગરિકોને પણ બર્થ અને ડેથ સર્ટિફિકેટની વધારાની કોપી માટે વધુ પૈસા ચૂકવવા પડશે.