News Continuous Bureau | Mumbai
મુંબઈને હાદસો કા શહેર કહેવામાં આવે છે. ત્યારે હવે મુંબઈગરાને ઘરની બહાર નીકળતા પહેલા રસ્તા પર ટ્રાફિક જામ તો થયો નથી ને અને વરસાદમાં રસ્તા પર પાણી તો ભરાયા નથી જેવા તમામ જોખમોની વિગતો હવે મુંબઈગરાને મોબાઈલ પર મળવાની છે.
મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કરેલા “ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમસીજીએમ” ઍપને અત્યાધુનિક બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી રસ્તા પર રહેલા કોઈ પણ પ્રકારના જોખમની માહિતી મુંબઈગરાને પહેલા જ મળી જશે. એટલું જ નહીં કયાં કેટલો વરસાદ પડ્યો, કયાં પાણી ભરાયા જેવી માહીતી, હવામાન ખાતાનો વર્તારો, પવનની દિશા, દરિયામાં ભરતીની વગેરેની તમામ માહિતી પણ ઉપલબ્ધ થશે.
આ સમાચાર પણ વાંચો : તો ભર ઉનાળે મહારાષ્ટ્રમાં છવાઈ જશે અંધારપટ! વીજ વિતરણ માં કર્મચારીઓ હડતાળ પર, સરકાર સાથેની ચર્ચા નિષ્ફળ.. જાણો વિગતે
મુંબઈના નાગરિકોને નૈસર્ગિક તેમ જ માનવસર્જિત આફતો, દુર્ઘટના વગેરેથી વાકેફ કરવા માટે “ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમસીજીએમ” ઍપ ચાલુ કરી છે. મોબાઈલ પ્લે સ્ટોરમાંથી આ ઍપ ડાઉનલોડ કરી શકાય છે.
આ ઍપ પર હોસ્પિટલ, ફાયરબ્રિગેડ, પોલીસ સ્ટેશન તેમ જ પાલિકાના વોર્ડ કંટ્રોલરૂમના નંબર આ ઍપમાં જોવા મળશે. એ સિવાય તમે જોઈ સંકટમાં મુકાયા હો તો ઍપ પર કનેક્ટ કરીને કોન્ટેક્ટ નંબર પર ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રમ જેવા સોશિયલ મીડિયા પર મેસેજ પણ જશે.