ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જુલાઈ 2021
શુક્રવાર
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલે પ્રસાર માધ્યમો કરતાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સામાન્ય મુંબઈવાસીઓને લડત પોતાના ખભે લઈને આગળ વધારશે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે મુંબઈ શહેરમાં જેટલા લોકોને વેક્સિનના બે ડોઝ મળી ગયા હોય તે લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપવી જોઈએ. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી 2જી ઓગસ્ટ થી સવિનય કાનૂન ભંગ કરશે. એટલે કે બીજી ઓગસ્ટથી ભારતીય જનતા પાર્ટીના બે ડોઝ લીધેલા કાર્યકર્તાઓ રેલવે સ્ટેશન પર તેમજ ટ્રેનમાં હાજરી પુરાવશે.
મલાડના ધારાસભ્ય અસલમ શેખ ની નવી માંગણી. હીજડાઓ માટે અલગ ટોયલેટ બાંધો
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ લોકલ ટ્રેન સંદર્ભે રાજ્ય સરકારને ધમકી આપી છે કે જો બે ડોઝ લીધેલા લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસની પરવાનગી નહીં મળે તો તેઓ પોતાની સ્ટાઇલથી આંદોલન કરશે.