305
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
બોમ્બે હાઈકોર્ટે હીરાનંદાની બિલ્ડરની ઊંઘ ઉડાડી નાખી છે. વર્ષ 1986માં હીરાનંદાની રાજ્ય સરકાર અને MMRDA સાથે લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મુજબ હીરાનંદાની એ પવઈમાં સામાન્ય માણસને પરવડે તે કિંમતમાં ઘર પણ બનાવવાના હતા. પરંતુ ત્યાં માત્ર ધનિકો માટે ઘર બનાવવામાં આવ્યા છે તેવા આરોપો સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
હવે આ અરજી સંદર્ભે બોમ્બે હાઇકોર્ટે એક કમિટી ને કહ્યું છે કે આગામી બે મહિનામાં તે આખા પ્રોજેક્ટમાં પરવડનારા ઘર સંદર્ભે અભ્યાસ કરીને હાઇકોર્ટને જવાબ આપે. ઉલ્લેખનીય છે કે હીરાનંદાની એ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે જો તેને થોડો વખત આપવામાં આવે તો તે પરવડનારા ઘર બનાવીને તૈયાર કરી દેશે.
આમ મુંબઈ શહેરના એક મોટા બિલ્ડર ની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે.
You Might Be Interested In
