હાલમાં પાટનગર દિલ્હીની સાથે મુંબઈનું વાયુ પ્રદૂષણ ચર્ચાનો વિષય બન્યું છે. છેલ્લા થોડા દિવસથી મુંબઈ સહિત ઉપનગરોમાં હવાની ગુણવત્તા મોટા પ્રમાણમાં ખરાબ થઈ છે. હવાનું વધતું પ્રદુષણ અત્યારે મુંબઈગરાઓ માટે ચિંતાનું કારણ બન્યું છે. જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુંબઈના વાતવરણમાં પ્રદૂષણનો ઘટાડો થયો છે. મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં થયેલા હળવા વરસાદને કારણે વાતાવરણમાં રહેલી ધૂળ અને રજકરણો બેસી ગયા હોવાથી હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળી રહ્યો છે. ગત રવિવારે મુંબઈમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ 107 રહ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે મુંબઈમાં ગરમીનું પ્રમાણ પણ ઘટી ગયું છે.
ગયા સપ્તાહમાં મુંબઈ શહેરમાં 38 ડિગ્રીની ઉપર પારો નોંધાયો હતો, તેમાં ધરખમ ઘટાડો થયો છે. રવિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.8 ડિગ્રી જેટલો નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આજે વહેલી સવારે મેઘરાજા મુંબઈગરાઓ પર મન મૂકીને વરસ્યા હતા. આ વરસાદને કારણે એક તરફ માર્ચની ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી તો બીજી બાજુ આ કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ ઉડાવી છે. એટલું જ નહીં કામ પર જનારા લોકોને પણ આ વરસાદ ને કારણે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો માટે સારા સમાચાર.. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે મોટો ઘટાડો, મોદી સરકારે આ ટેક્સમાં કર્યો મોટો ઘટાડો..