Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોનાનું જોર ઘટ્યું, સતત બે દિવસ બાદ છેલ્લા 24 કલાકમાં 9 હજારની અંદર નોંધાયા નવા કેસ. જાણો લેટેસ્ટ આંકડા અહીં

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈમાં કોરોના મહામારી બેફામ પણ લોકો જરા પણ ગંભીર નથી. મુંબઈ શહેર માં છેલ્લા 24 કલાકમાં    કોરોનાના નવા 8,938 કેસ નોંધાયા હતા અને 23 દર્દીના મોત મોત નિપજ્યા છે. આથી અત્યાર સુધી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 4,91,698 થઇ છે અને મરણાંકની સંખ્યા વધીને 11,874 થઇ છે. જ્યારે કોરોનાના 4,503 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે 3,92,514 દરદી કોરોનાથી મુક્ત થયા છે. અને શહેરમાં હાલ 86,279 કોરોનાના એક્ટિવ કેસ છે.  

એક તરફ જ્યાં મુંબઈ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોના રસી ડોઝ ખૂટી રહ્યો છે. જેના કારણે 71 રસીકરણ કેન્દ્રોને બંધ કરી દેવાની ફરજ પડી છે. 

 વેક્સિનની અછત બની રાષ્ટ્રીય મુદ્દો. રાહુલ ગાંધીએ આ આરોપ લગાવ્યો.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 120 રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. જેમાંથી 71માં રસીનો સ્ટોક ખૂટી ગયો છે. 49 કેન્દ્રોનું સંચાલન મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરાય છે. એ પ્રત્યેક ખાતે દરરોજ 40 હજારથી લઈને 50 હજાર જેટલા લોકોને રસી આપવામાં આવે છે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version