ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
મુંબઈમાં કોરોના મહામારી બેફામ પણ લોકો જરા પણ ગંભીર નથી. મુંબઈ શહેર માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8,938 કેસ નોંધાયા હતા અને 23 દર્દીના મોત મોત નિપજ્યા છે. આથી અત્યાર સુધી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 4,91,698 થઇ છે અને મરણાંકની સંખ્યા વધીને 11,874 થઇ છે. જ્યારે કોરોનાના 4,503 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે 3,92,514 દરદી કોરોનાથી મુક્ત થયા છે. અને શહેરમાં હાલ 86,279 કોરોનાના એક્ટિવ કેસ છે.
એક તરફ જ્યાં મુંબઈ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોના રસી ડોઝ ખૂટી રહ્યો છે. જેના કારણે 71 રસીકરણ કેન્દ્રોને બંધ કરી દેવાની ફરજ પડી છે.
વેક્સિનની અછત બની રાષ્ટ્રીય મુદ્દો. રાહુલ ગાંધીએ આ આરોપ લગાવ્યો.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 120 રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. જેમાંથી 71માં રસીનો સ્ટોક ખૂટી ગયો છે. 49 કેન્દ્રોનું સંચાલન મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરાય છે. એ પ્રત્યેક ખાતે દરરોજ 40 હજારથી લઈને 50 હજાર જેટલા લોકોને રસી આપવામાં આવે છે.