ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
ઇ-ચલણ ડિફોલ્ટરો પર ટ્રાફિક પોલીસ જોરદાર કાર્યવાહી કરવા જઈ રહી છે. હવે જેઓ બાકી પેનલ્ટીઓ ભરીને હિસાબ સરભર કરવાનો ઇનકાર કરશે તે અંગે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) ને જાણ કરશે, જેના પરિણામે ડિફોલ્ટર પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ ગુમાવી શકે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પોતાની આવક ઉત્પન્ન કરવા માટે નવેસરથી બધાને રિમાઇન્ડર મોકલવી રહી છે કારણ કે ઇ-ચલન ડિફોલ્ટર્સની રકમ ₹ 280 કરોડ જેટલી વધી ગઈ છે.
"જો કોઈ મોટરચાલક બાકી રહેલા ઇ-ચલણો સાથે મળી આવશે તો તેઓને તાત્કાલિક ચુકવણી કરવા અને ભ્રષ્ટાચારને ટાળવા માટે ડેબિટ / ક્રેડિટ કાર્ડ દ્વારા ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા ચુકવણી કરવાની બાકી માંગણી કરવામાં આવે છે. જો મોટરચાલક / ઉલ્લંઘન કરનાર ચૂકવણીનો ઇનકાર કરે છે, તો તેમના વાહન કબજે કરવામાં આવી શકે છે અને તેઓને વધુ પૂછપરછ માટે આરટીઓને જાણ કરવામાં આવશે. ત્યારબાદ આરટીઓને ઇ-ચલણ ની ચુકવણી નહીં કરવા બદલ તેમનું લાઇસન્સ રદ કરવાનું કહેવામાં આવશે, એમ ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગના ઇ-ચલનના ડિફોલ્ટરો ખાનગી વાહનોના માલિકો છે, જેમાં નોંધપાત્ર હિસ્સો જમ્પિંગ સિગ્નલ અને સ્પીડિંગ જેવા ઉલ્લંઘનો નો છે.
કોરોનાવાયરસ રોગચાળાને કારણે લોકડાઉન કરવામાં આવ્યું તે પહેલાંના, પેન્ડિંગ ઇ-ચલણો આશરે 200 કરોડ જેટલા હતા. લોકડાઉન દરમિયાન મુસાફરી અને હિલચાલ પર પ્રતિબંધોના કારણે, મોટો બેકલોગ બન્યો. તાજેતરમાં, પોલીસે 'ઓપરેશન ઓલ આઉટ' ના ભાગ રૂપે કડક કાર્યવાહી શરૂ કરી હતી..
