ગણેશ ઉત્સવ માટે મુંબઈના આ મંડળે કરાવ્યો વીમો- સ્વયંસેવકો સહિત ભક્તો માટે પણ લીધો ઈન્શ્યોરન્સ- આકંડો જાણીને આંખો થઇ જશે પહોળી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈના સૌથી શ્રીમંત ગણાતા ગણેશોત્સવ મંડળોમાના(richest Ganeshotsava Mandals) એક GSB કિંગ સર્કલ (GSB King Circle) ગણેશ મંડળે આ વર્ષે પોતાના ગણપતિ બાપ્પા(Ganapati Bappa) અને મંડપ માટે રેકોર્ડબ્રેક કહેવાય એમ 316.40 કરોડ રૂપિયાનો ઈન્શ્યોરન્સ(Insurance) લીધો છે.

ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની(New India Insurance Company) પાસેથી આ મંડળે ચોંકી જવાય એટલી મોટી રકમનો વીમો લીધો છે. જોકે આ પહેલી વખત નથી કે મંડળે આટલી મોટી રકમનો વીમો પોતાની ગણપતિબાપ્પા માટે લીધો હોય.

આ અગાઉ મંડળે 2016માં 300 કરોડ રૂપિયાનો વીમો લીધો હતો. GSB કિંગ સર્કલ ગણેશ મંડળના ગણપતિ માત્ર પાંચ દિવસના હોય છે. 

મંડળે કરેલી જાહેરાત મુજબ આ પોલીસી 316.40 કરોડ રૂપિયાની છે.  આ પોલિસી વિવિધ જોખમને આવરી લેય છે. આ રકમમાંથી 31.97 કરોડ સોના, ચાંદી અને ઝવેરાતના(Gold, silver and jewels) આવરી લે છે, જે મૂર્તિને શણગારે છે.

આ સમાચાર પણ વાંચો : ગણેશભક્તો પર આવી મુસીબત- પીક અવર્સ દરમિયાન મુંબઈની હાર્બર લાઈન આ સ્ટેશન પર ખોરવાઈ- મુસાફરોને ભોગવવી પડી હાલાકી – જુઓ વિડીયો

આ પોલીસીમાં મંડળના વોલેન્ટિયરની પર્સનલ એક્સિડન્ટ,  પુજારી, કુક, ફૂટવેર સ્ટોલના વર્કર, વેલેટ પાર્કિંગના માણસો, સિક્યુરિટી ગાર્ડ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એક કરોડ રૂપિયા, ધરતીકંપ, આગ જેવા જોખમો માટે છે, જેમાં ફર્નિચર, ફિક્સર, કમ્પ્યુટર, વાસણોસ સીસીટીવી કેમેરા, વગેરે વસ્તુઓને આવરી છે. સ્ટાર્ન્ડ ફાયર એન્ડ સ્પેશિયલ પેરીલ પોલિસીમાં પૂરા મંડપ પરિસરને આવરી લેવા માટે 77.5 લાખ રૂપિયાની જોગવાઈ પોલીસીમાં છે. મંડપ, સ્ટેડિયમ સહિત ભક્તોને આવતી લેતા તેમના માટે 20 કરોડ રૂપિયાની પોલીસી છે.

મંડળના કહેવા મુજબ તેમના ગણપતિમૂર્તિને  66કિલોગ્રામથી વધુ સોનાના આભૂષણો, 295 કિલોથી વધુ ચાંદી અને અન્ય કિંમતી સામગ્રીથી શણગારવામાં આવે છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More