149
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
કોરોના દર્દીઓ વધવાની સાથે મહારાષ્ટ્ર સરકાર પ્રશાસન હવે પહેલા કરતાં વધુ કડક બની ગયું છે. મુંબઈ શહેરની પ્રતિષ્ઠિત જસલોક હૉસ્પિટલના 250 જેટલા ખાટલાઓ જેમાં ૪૦ જેટલા આઇસીયુ સામેલ છે તેને મુંબઈ મહાનગરપાલિકાના ડેશબોર્ડમાં સામેલ કરી લેવાયા છે.
આ ઉપરાંત આગામી સાત દિવસ ની અંદર ગોરેગામ વિસ્તારમાં આવેલા નેસ્કો સેન્ટર ખાતે ૧૫૦૦ જેટલા ખાટલાઓ ઉમેરી દેવામાં આવશે.
મળતી માહિતી મુજબ પ્રતિષ્ઠિત ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ ને bombay hospital દ્વારા વૈદકીય સુવિધાઓ માટે લઈ લેવામાં આવી છે. આ સિવાય રિલાયન્સ હોસ્પિટલ પણ એક પાંચ સિતારા હોટલ ને હોસ્પિટલમાં બદલવા જઈ રહી છે.
આ મુંબઈ શહેરમાં અનેક પાંચ સિતારા હોટેલો હવે હોસ્પિટલમાં તબદીલ થઇ રહી છે
You Might Be Interested In