ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 જાન્યુઆરી 2021
બે દિવસથી મુંબઈના લોકો ગરમીનો અનુભવ કરી રહયાં છે. હવામાન ખાતાની માહિતી મુજબ મુંબઇના તાપમાનમાં અચાનક વધારો નોંધાયો છે. જેનું કારણ છે છેલ્લા થોડા દિવસમાં મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને પ્રદૂષણનાં કારણે છવાયેલું ધૂમમ્સ નું વાતાવરણ..
બીજીબાજુ સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર) નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે મુંબઇની હવાની ગુણવત્તામાં થોડોક સુધારો થતાં સરેરાશ આંક 256 નોંધાયો હતો. આમ છતાં આ આંક ખરાબ ગુણવત્તાની શ્રેણીમાં આવે છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજકાળનું મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન 31.4 અને લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 34.5 અને લઘુત્તમ તાપમાન 23.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગયા શુક્રવારે મુંબઇનું મહત્તમ તાપમાન 27-28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પરંતુ, ત્યારબાદ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. પાછલાં 48 કલાકમાં મુંબઇના મહત્તમ તાપમાનમાં સીધો 6 ડિગ્રીનો વધારો નોંધાયો છે..