News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈનો બહુપ્રતિશિક્ષ એવો ગોખલે બ્રિજની ( Gokhale Bridge ) એક બાજુનું કામ હવે પૂર્ણ થવાની આરે છે. તેમજ બીએમસીએ ( BMC ) આ લેનના ખુલવાની નવી તારીખ 25 ફેબ્રુઆરી નક્કી કરી હતી. પરંતુ વર્તમાન બ્રિજની સ્થિતિ જોતાં હજી પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતા 8 થી 10 દિવસ લાગી શકે છે. તેથી હવે નગરપાલિકાની વારંવાર ચૂકાતી મુદતના કારણે સ્થાનિક નાગરિકોમાં હવે ભારે રોષ દેખાય રહ્યો છે.
નોંધનીય છે કે, ગોખલે પુલના કામમાં વિલંબને ધ્યાને લઈ કમિશનરે અધિકારીઓ, રેલવે અધિકારીઓ, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કેટલાક ટેકનિકલ કારણોસર બ્રિજની એક લેનનું કામ 15 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ શક્યું નથી, તેથી હવે 25 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જોકે મહાપાલિકા ફરી આ તારીખ ચૂકે તેવી સંભાવના હાલ વધી રહી છે.
બ્રિજની વર્તમાન સ્થિતિ શું છે?
1) ડિસેમ્બરમાં ગોપાલ કૃષ્ણ ગોખલે રેલ્વે ફ્લાયઓવર પ્રોજેક્ટમાં ( Gopal Krishna Gokhale Railway Flyover project ) પ્રથમ ગર્ડર લગાવ્યા પછી, બ્રિજ પરના કામમાં ઝડપ આવી હતી.આથી ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધીમાં બ્રિજની એક લેન શરુ કરવામાં આવશે. તેવુ પાલિકાએ જણાવાયું હતું.
આ સમાચાર પણ વાંચો : Uber Cab Service: Uber માટે ભારત વિશ્વનું સૌથી મુશ્કેલ બજાર છે, પરંતુ અહીં વ્યાપાર કરવાથી સારો અનુભવ મળે છેઃ Uber CEO..
2) હાલ આ રૂટનું કામ અંતિમ તબક્કામાં છે, કેટલાક ટેકનિકલ કામ બાકી છે અને લેવલીંગનું કામ ચાલુ છે. તેમજ એસ. વી. રોડ સાઈડ એક્સેસ અને મેસ્ટીક લેયરનું કામ ચાલુ છે. આ કામમાં આઠથી દસ દિવસ લાગી શકે છે. આ કામ પૂર્ણ થયા બાદ બ્રિજને દ્વિ-માર્ગીય વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.આ બ્રિજથી મુંબઈકરોને ટ્રાફિકમાં ( Mumbai Traffic ) રાહત મળશે.
3) દરમિયાન સ્થાનિક ધારાસભ્યે એક નિવેદન આપતા કહ્યું છે કે, કામ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું હોવા છતાં તેને પૂર્ણ થવામાં હજુ 10 દિવસ લાગશે
