ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
કાંદીવલી પશ્ચિમમાં પાવન ધામ ખાતે 17 એપ્રિલ થી કોરોના ગ્રસ્ત લોકોની સારવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના ની પહેલી લહેર વખતે આ સેન્ટરે અનેક લોકોને સાજા કર્યા હતા. જોકે મહાનગરપાલિકાની વક્ર દ્રષ્ટિને કારણે આ સેન્ટરને બંધ કરવું પડ્યું હતું. હવે જ્યારે કોરોના ના કેસ વધી ગયા છે ત્યારે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાળ શેટ્ટીએ આ સંદર્ભે સેન્ટર શરૂ કરવા ફરી એક વખત હિલચાલ કરી હતી. જેને માન્ય કરવામાં આવી છે. અહીં એપેક્સ હોસ્પિટલ ના તબીબોની દેખરેખ હેઠળ દર્દીઓની સારવાર થશે. તેમજ પોઇસર જીમખાના તેનું સંચાલન કરશે.
આ સેન્ટર કાર્યરત થવાથી કાંદીવલી વિસ્તારના અનેક લોકોને સુવિધા રહેશે.
બેસ્ટની બસના ડ્રાઇવરને માર મારવા બદલ ત્રણ જણને એક વર્ષની જેલ થઇ