News Continuous Bureau | Mumbai
Mumbra Building Gallery Collapse ઠાણેના મુમ્બ્રા વિસ્તારમાં એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. આશરે 40 વર્ષ જૂની ચાર માળની રહેણાંક બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી પડતાં 13 વર્ષીય કિશોરીનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 5 લોકોને કાટમાળમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
Mumbra Building Gallery Collapse – અચાનક સ્લેબ તૂટી પડતાં સર્જાયી અફરાતફરી
મળતી માહિતી અનુસાર, અમૃત નગર સ્થિત ફૈયઝ એપાર્ટમેન્ટના બીજા માળનો ગેલેરી સ્લેબ અચાનક તૂટીને પ્રથમ માળની ગેલેરી પર ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં નીચે ઉભેલા 6 રહીશો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમે ત્વરિત બચાવ કામગીરી હાથ ધરીને તમામ લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.
Mumbra Building Gallery Collapse – 13 વર્ષીય બાલિકાનું સારવાર દરમિયાન મોત
કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી ગંભીર રીતે ઘવાયેલી 13 વર્ષીય બાલિકાને તુરંત નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જ્યારે અન્ય 5 રહીશોનો આબાદ બચાવ થયો હતો અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
Mumbra Building Gallery Collapse – પાલિકા દ્વારા 80 થી વધુ રહીશોનું અસ્થાયી શિફ્ટિંગ
કુલ 30 ફ્લેટ ધરાવતી આ ઇમારતને મહાનગરપાલિકા દ્વારા સમારકામ યોગ્ય વર્ગમાં રાખવામાં આવી હતી. વધુ અનિચ્છનીય બનાવ ટાળવા માટે તકેદારીના ભાગરૂપે પ્રશાસને આખી બિલ્ડિંગ ખાલી કરાવીને આશરે 80 જેટલા રહીશોને પાલિકાની શાળામાં અસ્થાયી આશ્રય આપ્યો છે.
👉 આ સમાચાર વાચો:
Kalyan On Duty Police Officer Attacked કલ્યાણમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ પર દારૂડિયાનો લાકડી વડે હુમલો, આરોપી જેલભેગો