News Continuous Bureau | Mumbai
Mumbra Local Tragedy : મુંબ્રા ખાતે લોકલ ટ્રેનમાંથી પડીને ચાર મુસાફરોના મોત થયા બાદ રેલ્વે મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. હવે મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનોના ડબ્બાઓની સંપૂર્ણ ડિઝાઇન બદલવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ચેન્નઈની ઇન્ટિગ્રલ ફેક્ટરીની મુલાકાત લઈ નવી ડિઝાઇનની સમીક્ષા કરી છે. નવી ટ્રેનો જાન્યુઆરી 2026થી પાટા પર દોડતી જોવા મળશે.
Mumbra Local Tragedy : રેલવે મંત્રાલયનો નિર્ણય: મુંબ્રા દુર્ઘટનાથી લેવાયો મોટો નિરયન
મુંબ્રામાં 3 જૂન 2025ના રોજ થયેલી દુર્ઘટનામાં 13 મુસાફરો રેલવે પાટા પર ફેંકાઈ ગયા હતા, જેમાંથી 4ના મોત થયા હતા. આ ઘટના બાદ રેલ્વે મંત્રાલયે તાત્કાલિક પગલાં લેતાં લોકલ ટ્રેનોના ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
Mumbra Local Tragedy : ડિઝાઇનમાં 3 મોટા ફેરફાર: સુરક્ષા અને આરામ બંનેમાં સુધારો
- નવી લોકલ ટ્રેનોમાં નીચેના ત્રણ મુખ્ય ફેરફાર કરવામાં આવશે:
- સ્વયંચલિત દરવાજા (Automatic Doors) – મુસાફરો માટે વધુ સુરક્ષા.
- રૂફ માઉન્ટેડ વેન્ટિલેશન (Roof-Mounted Ventilation) – ડબ્બામાં વધુ તાજી હવા.
- વેસ્ટિબ્યુલ ગેંગવે (Vestibule Gangway) – ડબ્બાઓ વચ્ચે સરળ અવરજવર.
આ સમાચાર પણ વાંચો : Starlink India prices :ભારતમાં બે મહિનામાં શરૂ થશે સ્ટારલિંક, ટેલિકોમ વિભાગ તરફથી મળ્યું લાઇસન્સ; જાણો કેટલી હશે કિંમત
Mumbra Local Tragedy : (Safety) સુરક્ષા માટે વધુ ફ્રિક્વન્સી: મુસાફરોના દબાણને ઘટાડવાનો પ્રયાસ
રેલ્વે મંત્રીએ ડેપ્યુટી CM એકનાથ શિંદે સાથે વાતચીત કરી છે અને લોકલ ટ્રેનોની ફ્રિક્વન્સી વધારવા અંગે ચર્ચા કરી છે. મુસાફરોના દબાણને ઘટાડવા માટે વધુ ટ્રેનો ચલાવવાની યોજના છે.