ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
બોરીવલી વિસ્તારમાં આવેલા ગોરાઈ ક્રમાંક ૨ માં નાલંદા શાળા ની નજીક તેમજ મોન્જીનીસ કેક શોપ ની બહાર ફૂટપાથ પર અસ્વચ્છ તેમ જ અસુરક્ષિત રીતે ભાજી પાલા નો વ્યવસાય કરનાર ફેરીયા ઉપર મહાનગરપાલિકા કાર્યવાહી કરી છે.

વાત એમ છે કે ગત સપ્તાહે સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવક શિવા શેટ્ટીએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી કે વહેલી સવારે રસ્તાના કિનારે મેથી અને કોથમીરની ભાજીને અસુરક્ષિત રીતે રાખવામાં આવે છે.

ત્યારબાદ રસ્તા પરના કુતરાઓ આ ભાજી પાલક પર આવીને બેસે છે તેમજ તેને ખરાબ પણ કરે છે. સવાર પછી ફેરિયાઓ આ ભાજી સામાન્ય લોકોને વેચે છે.
પૂર્વ નગરસેવક દ્વારા ફરિયાદ પ્રાપ્ત થઇ ગયા બાદ સ્થાનિક દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ અસુરક્ષિત રીતે ભાજી વેચનાર લોકોને દંડ કરવામાં આવ્યો હતો. જોવાની વાત એ છે કે કોરોના જેવા અઘરા સમયમાં પણ ફેરિયાઓની કામ કરવાની રીત અને આદત બદલાઈ નથી. જેને કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં આવી પડે છે.
