Site icon

અરરર… ગોરાઈ વિસ્તારમાં વેચાતા શાકભાજી પર કુતરાઓ નો અડ્ડો. મહાનગરપાલિકાની કડક કાર્યવાહી. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

29 ડિસેમ્બર 2020 

બોરીવલી વિસ્તારમાં આવેલા ગોરાઈ ક્રમાંક ૨ માં નાલંદા શાળા ની નજીક તેમજ મોન્જીનીસ કેક શોપ ની બહાર ફૂટપાથ પર અસ્વચ્છ તેમ જ અસુરક્ષિત રીતે ભાજી પાલા નો વ્યવસાય કરનાર ફેરીયા ઉપર મહાનગરપાલિકા કાર્યવાહી કરી છે.

વાત એમ છે કે ગત સપ્તાહે સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવક શિવા શેટ્ટીએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી કે વહેલી સવારે રસ્તાના કિનારે મેથી અને કોથમીરની ભાજીને અસુરક્ષિત રીતે રાખવામાં આવે છે.

ત્યારબાદ રસ્તા પરના કુતરાઓ આ ભાજી પાલક પર આવીને બેસે છે તેમજ તેને ખરાબ પણ કરે છે. સવાર પછી ફેરિયાઓ આ ભાજી સામાન્ય લોકોને વેચે છે.

પૂર્વ નગરસેવક દ્વારા ફરિયાદ પ્રાપ્ત થઇ ગયા બાદ સ્થાનિક દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ અસુરક્ષિત રીતે ભાજી વેચનાર લોકોને દંડ કરવામાં આવ્યો હતો. જોવાની વાત એ છે કે કોરોના જેવા અઘરા સમયમાં પણ ફેરિયાઓની કામ કરવાની રીત અને આદત બદલાઈ નથી. જેને કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં આવી પડે છે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version