155
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સાયન ફ્લાયઓવર(Sion Flyover) પર દર અઠવાડિયામાં વીકએન્ડમાં(weekend) સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) 6 ઓગસ્ટથી 17 ઓક્ટોબર સુધી સાયન ફ્લાયઓવરને વીકએન્ડમાં વાહન વ્યવહાર(Transportation) માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આજથી સાયન ફ્લાયઓવર પર દર અઠવાડિયાના વીકએન્ડમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન(Maharashtra State Road Development Corporation) દ્વારા સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી મુંબઈ ટ્રાફિક પોલીસ આજથી દર શનિવારે સાંજના પાંચ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી સાયન ફ્લાયઓવર ને 17 ઓક્ટોબર સુધી બંધ રાખશે. આ દરમિયાન ટ્રાફિકને અન્ય રસ્તા પર ડાયવર્ટ(Divert) કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : સરકારનો વધુ એક ઉપહાર- મુંબઈની એસી લોકલના ભાડા હજુ ઘટશે
You Might Be Interested In