News Continuous Bureau | Mumbai
મુંબઈના આરે વિસ્તારમાં(Aarey area) મેટ્રો કાર શેડના(Metro car shed) કામ પર ઠાકરે સરકાર(Thackeray Govt) મૂકેલા પ્રતિબંધને શિંદે સરકાર(Shinde Govt) દ્વારા હટાવી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(CM Eknath shinde) ગુરુવારે આ અંગેના આદેશ જારી કર્યા છે.
આરે વિસ્તારમાં જંગલ હોવાના કારણે અહીં મેટ્રો પ્રોજેક્ટના(Metro Project) આરે કાર શેડના નિર્માણનો વિરોધ થયો હતો. જો કે ફડણવીસ સરકાર(Fadnavis Govt) દરમિયાન આ પ્રોજેક્ટના કામ માટે રાતોરાત વૃક્ષો કાપી(Cut the trees) નાખવામાં આવ્યા હતા. ઠાકરેની(Thackeray) મહાવિકાસ આઘાડી સરકારે(MVA Govt) જોકે સત્તા સંભાળ્યા પછી, આરેમાં મેટ્રો કાર શેડનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેના બદલે વૈકલ્પિક જગ્યાની શોધ શરૂ કરવામાં આવી હતી.
હવે જોકે, શિંદે-ફડણવીસ સરકારે રાજ્યની બાગડોર સંભાળતાની સાથે જ આ નિર્ણય બદલી નાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદે બુધવારે સત્તાવાર રીતે તેના પર મહોર મારી હતી. તેથી હવે ફરી એકવાર આરેમાં મેટ્રો કારશેડનું કામ શરૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સરકાર દ્વારા આરેમાં કાર શેડ પરનો પ્રતિબંધ હટાવવાની સાથે, મુંબઈવાસીઓ અને પર્યાવરણવાદીઓ(Environmentalists) વધુ આક્રમક બને તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની પાર્કિંગ સમસ્યા બની માથાનો દુખાવો- BMCએ જાહેર કર્યા અહીં પાર્કિંગ પ્લોટ- જાણો વિગત
મુંબઈ મેટ્રો રેલ્વેના કાર શેડ માટે આરે કોલોનીમાં(Aarey Colony) વૃક્ષોને રાતોરાત કાપી નાખવાના બનાવ બાદ વિવાદાસ્પદ બનેલા મુંબઈ મેટ્રો રેલ્વેના(Metro Railways) તત્કાલીન મેનેજીંગ ડિરેક્ટર(Managing Director) અશ્વિની ભીડેને(Ashwini Bhide) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) સત્તામાં આવતાની સાથે જ હટાવી દીધા હતા. હવે, નવી રચાયેલી શિંદે-ફડણવીસ સરકારે મેટ્રોને લઈને સુપર-ફાસ્ટ નિર્ણય લીધો છે અને અશ્વિની ભીડેને ફરીથી મુંબઈ મેટ્રોની જવાબદારી સોંપી છે.
અહીં ઉલ્લેખનીય છે કે આરે ડિફેન્સ ગ્રુપ (ACG) એ શુક્રવારે ગંભીર આરોપ લગાવ્યો હતો કે આરે કોલોનીમાં મેટ્રો 3 કારશેડની જગ્યા હંમેશાથી જંગલ હતી. આરેમાં કારશેડ બનાવવા પાછળ 60 હજાર કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ થયું હોવાનો ચોંકાવનારો આરોપ પણ કરવામાં આવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ 2019 માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી, તેમણે પહેલો નિર્ણય આરે કારશેડના કામને સ્થગિત કરવાનો હતો. તે પહેલા જ્યારે દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) પ્રભારી હતા ત્યારે આ કામને વેગ મળ્યો હતો. આ કામનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન મોદીએ કર્યું હતું. અઢી થી ત્રણ હજાર જેટલા વૃક્ષો હોવાનો વૃક્ષપ્રેમીઓએ દાવો કર્યો હતો. તત્કાલીન ફડણવીસ સરકારના આ નિર્ણય સામે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આની સામે પર્યાવરણવાદીઓ કોર્ટમાં પણ ગયા હતા.