News Continuous Bureau | Mumbai
એક શિવસૈનિક(Shiv Sainik) શિવસેના પક્ષ પ્રમુખ(Shiv Sena president) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે બેઠક કરી રહ્યો હતો ત્યારે તેમની સામે જ એકનાથ શિંદેનો(Eknath Shinde) ફોન તેને આવ્યો હતો. શિવસૈનિક હજી તો કંઈ વિચારે સમજે તે પહેલા જ ઉદ્ધવ ઠાકરે ઉઠીને બીજા રૂમમાં જતા રહ્યા હતા. તેમના આ વ્યવહાર અને શિવસૈનિક પર રાખેલા વિશ્વાસને કારણે શિવસૈનિકો તેમના વખાણ કરતા થાકતા નથી.
શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(maharashtra CM) બનેલા એકનાથ શિંદે ગ્રુપ દ્વારા ધારાસભ્યોને ફોડયા બાદ હવે નગરસેવકોને(Corporators) અને શાખા પ્રમુખોને પોતાની તરફ કરવાના જોરદાર પ્રયાસ ચાલી રહ્યા છે. એક પછી એક હવે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને શિંદે ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. આ વચ્ચે ઠેક ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેનાના કલ્યાણ મહાનગર પ્રમુખ(Kalyan Mahanagar President) વિજય સાળવીની(Vijay Salvi) વાતચીત ચાલી રહી હતી ત્યારે તેમની સામે એકનાથ શિંદેનો ફોન આવતા શું કરવું એવી મૂંઝવણમાં તે આવી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : મીરા-ભાંયદરમાં કોણ સાચ્ચુ-કોણ ખોટું-ઠાકરે અને શિંદે ગ્રુપે નગરસેવકોને લઈને એકબીજા દાવાને ફગાવ્યા-જાણો વિગત
ફોનને જોઈને ઉદ્ધવ ઠાકરે તેને કોઈ પણ જાતનો સવાલ નહીં કરતા બીજા રૂમમાં ચાલ્યા હતા.જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેમણે તે શિવસૈનિકને એકનાથ શિંદે શું વાત કરી કે શું મામલો હતો એવો કોઈ પણ સવાલ કર્યો નહોતો. ઉદ્ધવના આવી વર્તણૂકથી વિજય સાળવી એકદમ ભાવુક થઈ ગયો હતો.
વિજય સાળવીને એમ હતું કે ઉદ્ધવ તેને સામે કોઈ સવાલ કરશે પણ ઉદ્ધવે તેના પર રાખેલા વિશ્વાસ માટે તેણે કલ્યાણ-ડોંબીવલીમાં જાહેરમાં અન્ય શિવસૈનિકો અને પક્ષના પદાધિકારીઓ સામે ઉદ્ધવનો આભાર માન્યો હતો અને તેમના સંયમશીલ અને શાંત સ્વભાવનો વખાણ કર્યા હતા અને તેઓ કાયમ શિવસેનાને જ વફાદાર રહેશે એવો સોંગંધ પણ લીધા હતા.