Site icon

ભાજપ સરકારની આવતા જ કમાલ થયો- હવે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ નું જમ્બો કોવિડ સેન્ટર બંધ થશે- બુલેટ ટ્રેનનું કામ શરૂ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

લાંબા સમયથી મુંબઈ-અમદાવાદ(Mumbai-Ahmedabad) વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train Project) નું કામ અટવાઈ ગયું હતું. પરંતુ હવે મહારાષ્ટ્રમાં(Maharashtra) ભાજપની(BJP) સરકાર આવવાની સાથે જ બુલેટ ટ્રેનનું કામ પણ હવે પાટા પર ચડવા માંડ્યું છે. 

Join Our WhatsApp Community

મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સ (BKC)માં 4.2 હેકટરમાં ઊભા કરવામાં આવેલા જમ્બો કોવિડ સેન્ટરને(Jumbo Covid Centre) સપ્ટેમ્બર સુધી બંધ કરી નાખવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને આપવામાં આવ્યો છે, જેથી કરીને અહીં બુલેટ ટ્રેનનું ટર્મિનસ બાંધી શકાય.

આ સમાચાર પણ વાંચો : મોડક બાદ હવે આ તળાવ છલકાવાની તૈયારીમાં-પ્રશાસનને આપી આ કારણથી ચેતવણી-જાણો વિગત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો(PM Narendra Modi) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ(Highspeed) કોરીડોરના કામને આડે ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) સરકાર આવી રહી હતી. હવે જોકે રાજ્યમાં ભાજપની સરકાર આવી ગઈ છે, તેથી બહુ જલદી  BKCમાં ટર્મિનસનું કામ ચાલુ થવાનું છે.
 

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version