News Continuous Bureau | Mumbai
મુશળધાર વરસાદને(heavy Rain) કારણે મુંબઈને પાણી પૂરું પાડનારા તળાવોમાં(lakes) 24 કલાકની અંદર જ 20,859 મિલિમીટર જેટલું પાણી જમા થઈ ગયું છે. અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી(Rain Forecast) હોવાથી આવો જો વરસાદ પડ્યો તો બહુ જલદી પાણીકાપ(Water cut) પણ પાછો ખેંચાઈ શકે છે.
મુંબઈ, થાણે સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સોમવારથી ફરી એક વખત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે સામાન્ય નાગરિકોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં(Reservoirs) નવા પાણીની આવક થઈ છે. મંગળવારે સવારના સાતેય જળાશયોમાં કુલ 2,14,169 મિલિયન લિટર( 14.80 ટકા) જેટલો પાણીનો સ્ટોક(Water stock) જમા થયો હતો. આ અગાઉ સોમવારે સવારના સાતેય જળાશયોમાં 1,93,310 મિલિયન લિટર એટલે કે માત્ર 13.36 ટકા પાણીનો સ્ટોક હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈનું વડાલા આખું પાણી પાણી- રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા- જુઓ વિડિયો
મુંબઈ સહિત થાણે અને પાલઘરમાં(palghar) સારો એવો વરસાદ પડી રહ્યો છે. જળાશયોના કેચમેન્ટ એરિયામાં(Catchment area) પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. તેથી જો આ રીતે જ વરસાદ પડતો રહ્યો અને જળાશયોમાં પાણીની સપાટી વધતી રહી તો મુંબઈમાં રહેલો પાણીકાપ પાછો ખેંચાઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 27 જૂનથી 10 ટકા પાણીકાપ મુકવામાં આવ્યો છે.
| જળાશય | આજની પાણીની સપાટી(મીટરમાં) | નોંધાયેલો વરસાદ (મિ.મી.માં) |
|---|---|---|
| અપર વૈતરણા | 594.26 | 14.00 |
| મોડક સાગર | 152.42 | 38.29 |
| તાનસા | 120.37 | 75.00 |
| મિડલ વૈતરણા | 240.10 | 31.00 |
| ભાતસા | 113.39 | 61.00 |
| વિહાર | 75.91 | 119.00 |