News Continuous Bureau | Mumbai
મુંબઈમાં બોરીવલી કોરા કેન્દ્ર ફ્લાયઓવર(Borivali kora Kendra Flyover) ને અઠવાડિયા પહેલા જ ખુલ્લો મુકવામાં આવ્યો છે. ફ્લાયઓવર નું ક્રેડિટ લેવા માટે શિવસેના-ભાજપ(Shiv Sena-BJP) સામસામે થઈ ગયા હતા અને હવે અઠવાડિયાની અંદર જ થોડા વરસાદમાં(Monsoon) ફ્લાયઓવર પરનો ડામર(Asphalt) ઉખડવામાં માંડ્યો છે. સ્થાનિક નાગરિકોની(Local citizens) સાથે જ અનેક સંસ્થાએ ફ્લાયઓવર ની ગુણવત્તા સામે શંકા વ્યક્ત કરી રહ્યા છે.
પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે(Environment Minister Aditya Thackeray) ના હસ્તે તાજેતરમાં બોરીવલી(વેસ્ટ) અને (ઈસ્ટ)ને જોડનારા આ ફ્લાયઓવર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ફ્લાયઓવર ખુલ્લો મુકવાની સાથે જ બે-ત્રણ દિવસમાં તેની સપાટી પરનો ડામર ઉખડવા માંડ્યો છે. હજી તો મુંબઈમાં છૂટોછવાયો વરસાદ જ પડી રહ્યો છે. ત્યાં નવા ફ્લાયઓવરની(New flyover) હાલત આ થઈ ગઈ છે, તો ભારે વરસાદ(Heavy rain) દરમિયાન તો ફ્લાયઓવર પર મોટા મોટા ખાડા પડી જશે એવી ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે.
ફ્લાયઓવર ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ-શિવસેનાએ ફ્લાયઓવર નું ક્રેડિટ લેવા સામ-સામે થઈ ગયા હતા, ત્યારે આ ફ્લાયઓર નું ક્રેડિટ લેવા માટે શિવસેનાએ કોરા કેન્દ્ર ફ્લાયઓવર ને ઉતાવળ ખોલાવી નાંખ્યો હોવાની ફરિયાદ પણ અનેક લોકો કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : તમારું નામ મતદારયાદીમાંથી ગાયબ તો નથી થઈ ગયું ને- નવી બનેલી મતદાર યાદીમાં નામ તપાસી લેવાની BMCની અપીલ
@mybmc @mybmcBridges @mybmcRoads check the condition of surface of road over Kora Kendra flyover built over RM BHATTAD road Borivali W. Within 3 days of opening to vehicular traffic the surface Tar has gone wearing out. Potholes will surely be seen within week. Thank you @mybmc pic.twitter.com/z41GdTiX2C
— CHARKOP GREEN WARRIORS (@CharkopWarriors) June 21, 2022
એક ટ્વિટર યુઝરે પાલિકા સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું છે અને બોરીવલી વેસ્ટ ફ્લાયઓવર નો એક વિડીયો શેર કર્યો છે, જેમાં ઉદ્ઘાટનના ત્રણ દિવસમાં જ રસ્તા પર એક તરફ ડામર અને કણીઓ જોવા મળી રહી છે.
ચારકોપ ગ્રીન વોરિયર્સ(Charkop Green Warriors) નામના ટ્વિટર યુઝરે(Twitter user) પણ ટ્વીટ કરીને પાલિકાને(BMC) ટેગ કરીને લખ્યું છે કે “આર.એમ. ભટ્ટાડ રોડ બોરીવલી(વેસ્ટ)માં બાંધવામાં આવેલા કોરા કેન્દ્ર ફ્લાયઓવર પરના રસ્તાની સપાટીની સ્થિતિ તપાસો. વાહનોની અવરજવર માટે ખુલ્યાના 3 દિવસની અંદર સરફેસ ખરાબ થઈ ગઈ છે. અઠવાડિયામાં ખાડાઓ ચોક્કસ જોવા મળશે,”
વીડિયોમાં યુઝર્સે એવો પણ દાવો કર્યો છે કે નવા બનેલા બ્રિજને એક અઠવાડિયાની અંદર શરૂ કરી દેવામાં આવ્યો છે. "શું આ પ્રકારનો પુલ આપણે બનાવી રહ્યા છીએ કે ચાર દિવસમાં જ ફ્લાયઓવર ને બાંધવામાં આવેલ રો મટીરીયલ બહાર આવી જાય.,"