News Continuous Bureau | Mumbai
આ વર્ષે મુંબઈગરાને ચોમાસામાં(Monsoon) રસ્તા પર બહુ હાલાકીનો સામનો કરવો પડે એવુ લાગતું નથી. મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ રસ્તા પરના ખાડાની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર(Toll free number) જાહેર કર્યા છે.
દર વર્ષે ચોમાસામાં વરસાદ પડવાની સાથે જ રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડા પડી જતા હોય છે અને વાહનચાલકોને(motorists) વાહન ચલાવતા નાકે દમ આવી જાય છે. દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચયા બાદ પણ રસ્તાની હાલત સુધરતી નથી. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ પાલિકા પ્રશાસન અને MMRDA રસ્તા પર ખાડા પડશે એ તૈયારી સાથે જ ટોલ ફ્રી નંબર જાહેર કરી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : MNS અધ્યક્ષ રાજ ઠાકરે આજે હોસ્પિટલમાં દાખલ થશે- રવિવારે થશે ઓપરેશન- જાણો વિગત
આ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ખાડાની ફરિયાદ કરવામાં આવશે. એ સાથે જ 24થી 48 કલાકની અંદર ખાડા પૂરી દેવામાં આવશે એવો દાવો પ્રશાસને કર્યો છે.
નાગરિકો મોબાઈલ એપ(Mobile app) પર ખાડાના ફોટા સહિત ફરિયાદ કરી શકશે. 48 કલાકની અંદર ખાડો પૂરવાની ખાતરી આપવામાં આવી છે. @mybmc પર ટ્વીટ કરી શકાશે. અથવા dm.mcgm.gov.in વેબસાઈટ(Website) પર ફરિયાદ કરી શકાશે. એ સિવાય Disaster Management BMC App પર પણ પાલિકાએ શરૂ કરી છે. પ્લે સ્ટોરમાં(Play Store) જઈને એપ ડાઉનલોડ કરી શકાસે. ખાડાની ફરિયાદ 1800221293 ટોલ ફ્રી નંબર પર કરી શકાશે. એ સિવાય પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલના(Disaster control) 1916 નંબર પર પણ ફોન કરી શકાશે.8657402090 તેમ જ ટોલ ફ્રી નંબર 1800228801 પર ફરિયાદ કરી શકાશે.