News Continuous Bureau | Mumbai
મુંબઈનો(Mumbai) અત્યંત નીચાણવાળો ક્રોનિક પોઈન્ટ(Chronic points) ગણાતા સાંતાક્રુઝમાં(SantaCruz) મિલન સબ-વેમાં(Milan sub-way) વરસાદના પાણી(Rain water) ભરાવાની સમસ્યાથી કાયમી છુટકારો મળવાનો છે. પરેલના(Parel) હિંદમાતા(Hindmata) બાદ હવે સાંતાક્રુઝમાં મિલન સબ-વે પાસે વરસાદી પાણીનો સંગ્રહ(Water storage) કરનારી સ્ટોરેજ ટેંક પાલિકા(BMC) બાંધી રહી છે. આ વર્ષે ચોમાસામાં(Monsoon) ભારે વરસાદ દરમિયાન તાત્પૂરતો તેનો ઉપયોગ કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે.
દર વર્ષે ચોમાસામાં થોડા વરસાદમાં પણ સાંતાક્રુઝના મિલન સબ-વેમાં કમર સુધી પાણી ભરાતા હોય છે. ટ્રાફિક ખોરવાઈ જવાની સાથે જ નાગરિકો ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. તેથી પાલિકાએ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મિલન સબ-વેની નજીક આવેલા લાયન્સ ક્લબ મેદાનમાં સ્ટોરેજ ટેંક બાંધી રહી છે. લગભગ ૩૩ કરોડ રૂપિયાના ખર્ચે આ ટેંક બાંધવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરોને બીજી ભેટ -પશ્ચિમ રેલવે આ તારીખથી 8 નવી એસી ટ્રેન દોડાવશે- જાણો વિગતે
ટેંકનું બાંધકામ(Construction of the tank) હજુ પૂર્ણ થયું નથી, છતાં ભારે વરસાદ દરમિયાન તાત્પૂરતો ઉપયોગ કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. આ સ્ટોરેજ ટેંકની વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા બે કરોડ લિટરની છે. વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ૩,૦૦૦ ઘન મીટર પ્રતિ કલાકની ક્ષમતાના કુલ બે પંપ બેસાડવામાં આવવાના છે. એટલે કે પ્રતિ કલાકે ૬,૦૦૦ ઘન મીટરની ક્ષમતાએ પાણીનો નિકાલ થશે.
૮ એપ્રિલ, ૨૦૨૨થી આ સ્ટોરેજ ટેંકનું બાંધકામ ચાલુ થયું છે. ૭૦ મીટર બાય ૫૫ મીટર આકારના આ સ્ટોરેજ ટેંકની(storage tank) ઊંડાઈ લગભગ ૧૦.૫ મીટરની રહેશે. તેમાંથી ૮ મીટર ઊંડાઈ સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અત્યાર સુધી ૭૦ ટકા ખોદકામ પૂરું થઈ ગયું છે. આ સ્ટોરેજ ટેંકનું બાંધકામ ઑક્ટોબર, ૨૦૨૨ સુધીમાં પૂરું થવાનું છે. જોકે જુલાઈ, ૨૦૨૨ના અંત સુધીમાં આ સ્ટોરેજ ટેંકનો તાત્પૂરતા સ્તરે ઉપયોગ કરી શકાશે.
અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ પરેલ હિંદમાતામાં પણ વરસાદી પાણી ભરાય નહીં તે માટે નજીકમાં સેંટ ઝેવિયર્સ મેદાન અને પ્રમોદ મહાજન ઉદ્યાન પાસે આવેલી સ્ટોરેજ ટેન્ક બાંધવામાં આવી છે.