Site icon

ચૂંટણી આવતા જ ગુજરાતીઓને મસ્કા પોલીશ ચાલુ- મુખ્યમંત્રીએ વડાપ્રધાનની હાજરીમાં કહી આ વાત- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election) નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોને(political parties) હવે ગુજરાતી મતદારો(Gujarati voters) યાદ આવી ગયા છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની(Prime Minister Narendra Modi) હાજરીમાં એશિયાના(Asia) સૌથી જૂના અખબારની(oldest newspaper) દ્વિશતાબ્દી મહોત્સવની(Bicentennial Festival) ઉજવણી મંગળવારે થઈ હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) ગુજરાતીઓને ગુજરાતીઓ ભારોભાર વખાણ કર્યા હતા. એટલું જ નહીં પણ ગુજરાતીઓ દૂધમાં સાકરની માફક મરાઠી સાથે ભળી ગયા હોવાનું પણ તેમણે કહ્યું હતું. 

Join Our WhatsApp Community

મુંબઈમાં પશ્ચિમ ઉપનગરમાં(western suburbs) ગુજરાતીઓ દબદબો છે. ગુજરાતીઓનો વોટ બહુ મહત્વ રાખે છે. 2017ની ચૂંટણીમાં પશ્ચિમ ઉપનગરમા ગોરેગામથી લઈને દહિસર સુધીના વિસ્તારમાં ગુજરાતીઓનો વોટ ભાજપને(BJP) ફાળે જતા શિવસેનાને(Shivsena) ભારે નુકસાન સહન કરવું પડયું હતું. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શિવસેનાને પણ હવે ગુજરાતી મતદારો યાદ આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : કલાનગર અને BKCથી આવતા રેલવે પ્રવાસીઓને રાહત-વેસ્ટર્ન રેલવેએ ટિકિટ માટે કરી આ સુવિધા ઉપલબ્ધ-જાણો વિગત

બાંદરા-કુર્લા-કોમ્પ્લેક્સ(Bandra-Kurla-Complex) માં યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી પૂરાવી હતી. લાંબા સમય બાદ મોદી અને ઠાકરે એક મંચ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ગુજરાતી લોકોના ભારોભાર વખાણ કરતા કહ્યું હતું કે આ જ તો આપણો પ્રેમ છે, મરાઠી અને ગુજરાતી બંને દુઘમાં સાકરની માફક એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે.

ગુજરાતી ભાષાને લઈને ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે તેમને ગુજરાતી ભાષા સમજાય છે. પરંતુ તેઓ બોલી શકતા નથી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગુજરાતી અને મરાઠીઓનો સંબંધ વધુ મજબૂત બને એ જ મારી ઈચ્છા છે.
 

Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Exit mobile version