News Continuous Bureau | Mumbai
સીએનજી(CNG), પેટ્રોલના દરમાં(Petrol Rate) સતત થઈ રહેલા ભાવ વધારાને પગલે રીક્ષા-ટેક્સીવાળાએ(Rickshaw-taxi driver) ભાડામાં વધારો કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન(Minister of Transport of Maharashtra) અનિલ પરબે(Anil Parab) શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન બહુ જલદી તેના પર નિર્ણય લેવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
સીએનજી, પેટ્રોલના દર વધારાને કારણે આર્થિક રીતે રિક્ષા, ટેક્સી ચલાવવું આર્થિક રીતે પરવડતું નથી, તેની ભાડામાં વધારો કરો એ રિક્ષા અને ટેક્સી યુનિયનવાળા(Rickshaw and taxi union) સતત માગણી કરી રહ્યા છે. રિક્ષાના ભાડામાં બે રૂપિયાનો તો ટેક્સીના ભાડામાં ચાર રૂપિયાનો વધારો કરવાની માગણી કરવામાં આવી છે.
ગુરુવારે ચર્ચગેટમાં(Churchgate) એક કાર્યક્રમ દરમિયાન પરિવહન પ્રધાન અનિલ પરબે ભાડા વધારા પર વિચાર ચાલી રહ્યો છે અને બહુ જલદી તેના પર નિર્ણય લેવામાં આવશે એવું કહ્યું હતું
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોરોના રોકવા BMCની હર ઘર દસ્તક વેક્સિનેશન ઝુંબેશ- આ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે
આ અગાઉ 25 ઓગસ્ટ, 2021ના પ્રતિ કિલોગ્રામે સીએનજીના દર 51.98 પૈસા હતા. દિવસેને દિવસે તેના દરમાં વધારો થઈ રહ્યો છે. હાલ સીએનજીના દરમાં 35 ટકાથી વધુ વધારો થયો છે. તેથી ભાડામાં વધારાની માગણી કરવામાં આવી રહી છે. માર્ચ 2021માં ટેક્સીનું ભાડું 22 રૂપિયા અને રિક્ષાનું ભાડું 21 રૂપિયા હતું. તેમાં ત્રણ રૂપિયાનો વધારો થયા બાદ ટેક્સીનું મિનિમમ ભાડું 25 રૂપિયા કરવામાં આવ્યું હતું. હવે તેમાં વધુ ચાર રૂપિયાનો વધારાની માગણી છે. તો રિક્ષામાં બે રૂપિયાનો વધારો કરવાની માગણી છે. જૂન મહિનામાં તેના પર નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.