Site icon

શોકિંગ- વસઈ-વિરારમાં આટલી ગટરોના ઢાંકણા ગાયબ- ચોમાસામાં રાહદારીઓ માટે ખુલ્લી ગટરનું જોખમ- જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ચોમાસું(Monsoon) નજીક આવી ગયું છે ત્યારે વસઈ-વિરાર મહાનગરપાલિકા(Vasai-Virar Municipal Corporation) વિસ્તારના ગટર(Sewer) પરના લગભગ સાડા છ હજાર ઢાંકણાં ગાયબ હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. ગટરના ઢાંકણા(Gutter lids) ગાયબ થવાને કારણે ગટરોમાં પડવાના બનાવ વધી ગયા છે. તેમાં પાછું હવે ચોમાસામાં વરસાદ(Rain) દરમિયાન ચાલતા સમયે રાદદારીઓનું ખુલ્લી ગટરમાં પડી જવાનું જોખમ વધી ગયું છે ત્યારે શિવસેનાએ(Shivsena) પાલિકાના કમિશનરને(Municipal Commissioner) પત્ર આપીને ચોમાસા પહેલાં તાત્કાલિક ધોરણે ઢાંકણાં બેસાડવાની માંગ કરવામાં આવી છે.

ચોમાસામાં ખુલ્લી ગટરમાં પડી જવાનું જોખમ વધારે છે ત્યારે પાલિકાના કહેવા મુજબ ઢાંકણાં બેસાડવા માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી છે. ત્રણ હજાર નવા ઢાંકણાં આવ્યા છે. તેથી ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરે સર્વે(Contractor Survey) કરીને લગભગ સાત હજાર નવા ઢાંકણાંની માગણી કરી હતી. 

મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરથી લઇને ગ્રામ્ય વિસ્તાર(Rural area) સુધીની ગટરોને વર્ષોથી ખુલ્લી પડી છે. ચોમાસામાં જોખમ વધી જાય છે તેથી આ સમસ્યાને લઈને શિવસેનાના સ્થાનિક નેતાએ પાલિકા સમક્ષ સતત ફરિયાદ કરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચો આ સમાચાર- રેલવેએ સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક

મળેલ માહીતી મુજબ વસઇ-વિરારમાં ૨૦૫ ગટર છે, જેની લંબાઇ ૧૯૫ કિમી છે. તેવી જ રીતે ૧૧૮ કિલોમીટર લાંબી ગટર પર ૧ લાખ ૯૬ હજાર ચેમ્બર છે, જેમાં સાડા છ હજાર ઢાંકણા નથી. 
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version