News Continuous Bureau | Mumbai
ચોમાસાના(Monsoon) આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અતિવૃષ્ટિ(Heavy rain) અને હાઈટાઈડ(Hightide)દરમિયાન ઘરની બહાર નીકળવું કે નહીં તેની માહિતી હવે મુંબઈગરાને મોબાઈલ પર મળી શકશે. મોબાઈલ એપથી(Mobile application) મુંબઈગરાને ત્રણ કલાક પહેલા એલર્ટ મેસેજ(Alert message) મળતા રહેશે.
મુંબઈમાં અતિવૃષ્ટિ દરમિયાન મીઠી નદીમાં પૂર(River Flood) આવ્યા કે પછી ભારે વરસાદને કારણે પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હશે કે પછી ભારે વરસાદનો વર્તારો હશે, આ તમામ માહિતી સામાન્ય નાગરિકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની(Disaster Management) મોબાઈલ એપ પરથી મળી શકશે.
આ સમાચાર પણ વાંચો : તમારા એરિયામાં રસ્તા પર ખાડા પડી ગયા છે- નોટ ટુ વરી. BMCની આ હેલ્પલાઇન પર કરજો ફરિયાદ- જાણો વિગતે
પાલિકાના એડિશનલ કમિશનર(Additional Commissioner) પી.વેલારસુના(P. Velarsu) જણાવ્યા મુજબ ત્રણ કલાક પહેલા હવામાન ખાતા(meteorological department) પાસેથી વરસાદને લગતી માહિતી, માટે પાલિકાએ કરેલી તૈયારીઓની માહિતી તો એપ પર મળશે પણ સાથે જો વાદળ ફાટવાનું હોય કે એટલે અતિભારે વરસાદ જેમ કે 26 જુલાઈ,2005 જેવો વરસાદ પડવાનો હોય તે તેની માહિતી એક દિવસ પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ બીએમસી(BMC) મોબાઈલ એપ પરથી મળી શકશે.