News Continuous Bureau | Mumbai
મુંબઈમાં પહેલા વરસાદની(Monsoon) સાથે જ રસ્તા પર ખાડા(potholes) પડવાનું સામાન્ય થઈ ગયું છે. પરંતુ રસ્તા પરના આ ખાડાને કારણે મુંબઈગરાનું ટેન્શન વધી જાય છે. જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) રસ્તા પરના ખાડાની ફરિયાદ(Complaint) કરવા માટે હેલ્પલાઈન(Helpline) જાહેર કરી છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર(Additional Commissioner) પી.વેલારસુના(P. Velarsu) જણાવ્યા મુજબ આ વખતે ચોમાસામાં રસ્તા પરના ખાડાને 24થી 48 કલાકમાં પૂરી દેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : વાહ વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશન પર 60 વર્ષ સુધી ટકી રહેનારો પહેલો સ્ટેનલેસ સ્ટીલનો ફૂટ ઓવરબ્રિજ- જુઓ ફોટોસ
રસ્તા પર પડેલાં ખાડાઓની ફરિયાદ મુંબઈગરા પાલિકાને MyBMC Pothole Fixit મોબાઈલ ઍપ(Mobile app) પર અથવા પાલિકાની વેબસાઈટ(BMC website) પર કરી શકશે. આ ફરિયાદ પર પાલિકાના એન્જિનિયરને 24 કલાકની અંદર ધ્યાન આપવું પડશે. તેને 48 કલાકની અંદર તેને પૂરી દેવામાં આવશે.
એ સિવાય પાલિકાએ રસ્તા પરની ફરિયાદ માટે 8999-228-999 નંબર પર વોટ્સએપ ચેટ બોટ(WhatsApp chat bot) નંબર પર પણ જાહેર કર્યો છે. તેના પર લોકો ફરિયાદ કરી શકશે.