તમારા એરિયામાં રસ્તા પર ખાડા પડી ગયા છે- નોટ ટુ વરી. BMCની આ હેલ્પલાઇન પર કરજો ફરિયાદ- જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં પહેલા વરસાદની(Monsoon)  સાથે જ રસ્તા પર  ખાડા(potholes) પડવાનું સામાન્ય થઈ ગયું છે. પરંતુ રસ્તા પરના આ ખાડાને કારણે મુંબઈગરાનું  ટેન્શન વધી જાય છે. જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) રસ્તા પરના ખાડાની ફરિયાદ(Complaint) કરવા માટે હેલ્પલાઈન(Helpline) જાહેર કરી છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર(Additional Commissioner) પી.વેલારસુના(P. Velarsu) જણાવ્યા મુજબ આ વખતે ચોમાસામાં રસ્તા પરના ખાડાને 24થી 48 કલાકમાં પૂરી દેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  વાહ વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશન પર 60 વર્ષ સુધી ટકી રહેનારો પહેલો સ્ટેનલેસ સ્ટીલનો ફૂટ ઓવરબ્રિજ- જુઓ ફોટોસ

રસ્તા પર પડેલાં ખાડાઓની ફરિયાદ મુંબઈગરા પાલિકાને MyBMC Pothole Fixit મોબાઈલ ઍપ(Mobile app) પર અથવા પાલિકાની વેબસાઈટ(BMC website) પર કરી શકશે. આ ફરિયાદ પર પાલિકાના એન્જિનિયરને 24 કલાકની અંદર ધ્યાન આપવું પડશે. તેને 48 કલાકની અંદર તેને પૂરી દેવામાં આવશે.

એ સિવાય પાલિકાએ રસ્તા પરની ફરિયાદ માટે 8999-228-999 નંબર પર વોટ્સએપ ચેટ બોટ(WhatsApp chat bot) નંબર પર પણ જાહેર કર્યો છે. તેના પર લોકો ફરિયાદ કરી શકશે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More