News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ રેલવે(Central Railway) દ્વારા શરૂ કરાયેલા વિસ્ટાડોમ કોચને(Vistadom coach) મુસાફરોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(Chhatrapati Shivaji Maharaj Terminus)-મડગાંવ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જનશતાબ્દી એક્સપ્રેસ(Janshatabdi Express), પુણે-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ડેક્કન ક્વીન સાથે વિસ્ટાડોમ કોચ જોડાયેલા છે. છેલ્લા આઠ મહિનામાં 49,896 મુસાફરોએ વિસ્ટાડોમ માં પ્રવાસ કર્યો છે, તેના થકી સેન્ટ્રલ રેલવેને નોંધણી રૂ.6.44 કરોડની આવક થઈ છે.
મુંબઈ-મડગાંવ જનશતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ સૌપ્રથમ 2018ની સાલમાં ઉમેરવામાં આવ્યો હતો. આ કોચની ભારે લોકપ્રિયતાને કારણે, આ કોચ 26મી જૂન, 2021થી મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસમાં(Mumbai-Pune Deccan Express) દાખલ કરવામાં આવ્યો હતો. મુસાફરોની ભારે માંગને કારણે, 15મી ઓગસ્ટ 2021થી ડેક્કન ક્વીનમાં મુંબઈ-પુણે રૂટ પરનો બીજો વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવ્યો હતો. મુંબઈ-ગોવા રૂટ પરની ખીણો, નદીઓ અને ધોધના આકર્ષક નજારા હોય કે મુંબઈ-પુણે રૂટ પરના પશ્ચિમી ઘાટના આકર્ષક નજારા હોય, આ કોચ તેમની કાચની છત અને પહોળી બારીઓથી લોકપ્રિય સાબિત થયા છે.
આ સમાચાર પણ વાંચો : રેલ મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવેએ 31 જોડી ટ્રેનોમાં આ સુવિધા પુનઃસ્થાપિત કરી… જુઓ લિસ્ટ અહીં
વિસ્ટાડોમ કમ્પાર્ટમેન્ટમાં(Vistadom compartment) ઘણી અસામાન્ય સુવિધાઓ છે જેમ કે કાચની છત વગરની પહોળી વિન્ડો, એલઇડી લાઇટ, ફરતી બેઠકો અને પુશબેક ચેર, જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, બહુવિધ ટેલિવિઝન સ્ક્રીન, ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ઓટોમેટિક સ્લાઇડિંગ કમ્પાર્ટમેન્ટ દરવાજાની સગવડ તો છે. સાથે જ તેમાં દિવ્યાંગો માટે પહોળા સાઇડ સ્લાઇડિંગ દરવાજા, સિરામિક ટાઇલ ફ્લોરિંગવાળા શૌચાલય અને વ્યુઇંગ ગેલેરી પણ છે.
ઑક્ટોબર 2021 થી 23 મે, 2022 ની વચ્ચે, મધ્ય રેલવેએ 49,896 મુસાફરોની નોંધણી કરી અને 6.44 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-મડગાંવ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જનશતાબ્દી એક્સપ્રેસ 100% કરતા વધુ એટલે કે 18,693 પેસેન્જરના પરિવહન કરીને રૂ. 3.70 કરોડની આવક સાથે મોખરે છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-પુણે-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ડેક્કન ક્વીન રૂ.ની આવક સાથે 99% ઓક્યુપન્સી(Occupancy) નોંધાયેલ છે અને રૂ. 1.11 કરોડની આવક રળી હતી.