News Continuous Bureau | Mumbai
મુંબઈના(Mumbai) દાદર(વેસ્ટ)માં(Dadar (West) પ્લાઝા સિનેમા(Plaza Cinema) પાસે બનાવવામાં આવેલા શહેરના પહેલા વેલેટ પાર્કિંગને(Valet parking) મળેલી સફળતા બાદ હવે મુંબઈ મહાનગર પાલિકા (BMC) શિવસેના ભવન(Shiv Sena Bhavan) પાસે જીપ્સી કોર્નર રેસ્ટોરાં(Gypsy Corner Restaurant) નજીક બીજું વેલેટ પાર્કિંગ બનાવવાની છે.
આ દરમિયાન પ્લાઝા પાસે બનાવવામાં આવેલા વેલેટ પાર્કિગની સુવિધાને મુંબઈગરાનો બહુ સારો પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો પાલિકાએ કર્યો છે. 18 મેથી 22 મે સુધીના સમયગાળામાં વેલેટ પાર્કિગની સુવિધાનો 72 કારે લાભ લીધો હતો.
પ્લાઝા સિનેમા પાસેથી કોહિનુર પબ્લિક પાર્કિંગ લોટમાં(Kohinoor Public Parking Lot) કાર પાર્ક કરવામાં આવે છે. પ્લાઝા પાસે પીક-અપની સગવડ આપવામાં આવી છે. વાહનચાલકો પોતાની મરજી મુજબના કલાકો માટે વાહન પાર્ક કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : તો નક્કી!!! BMCની ચૂંટણી ઓબીસી આરક્ષણ વગર. આ તારીખે અનામત બેઠકો માટે યોજાશે લોટરી.. જાણો વિગતે