News Continuous Bureau | Mumbai
વેસ્ટર્ન રેલ્વેના(Western Railway) રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના જવાનોની સર્તકતાને કારણે ચાલુ ટ્રેનમાં ભીડનો ફાયદો ઉઠાવી પ્રવાસીઓના મોબાઈલની(Commuter's Mobiles) ચોરી કરનારા ચોરટાને અંધેરી સ્ટેશન(Andheri station) પરથી પકડી પાડવામાં સફળતા મળી છે.
વેસ્ટર્ન રેલવેના પબ્લિક ચીફ રિલેશન ઓફિસર(Public Chief Relations Officer) સુમિત ઠાકુરના(Sumit Thakur) જણાવ્યા મુજબ 18મી મે, 2022ના રોજ રેલવે પ્રોટેક્શન ફોર્સ ક્રાઈમ પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (CPDS) અંધેરીના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ(Staff Head Constable) નવીન, કોન્સ્ટેબલ અંકિત અને કોન્સ્ટેબલ અનુજ ગુર્જરે અંધેરી પ્લેટફોર્મ(railway platform) નંબર 3 પર બોરીવલીથી(Borivali) આવેલી ધીમી ટ્રેનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને કૂદતા જોયો હતો. CPDSની ટીમે તરત જ શંકાસ્પદ શખ્સનો પીછો કર્યો અને તેને પકડી પાડ્યો હતો. ત્યારબાદ તેને RPF પોસ્ટમાં લઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : બાત હેં!!!બોરીવલીમાં દીવાલો પર BMCએ ઊભા કરી દીધા મુંબઈના ટુરીસ્ટ સ્પોટ. જુઓ ફોટો…. જાણો વિગતે
આ દરમિયાન એક પ્રવાસી પણ આ પોલીસ ચોકીમાં(Police station) આવી પહોંચ્યો હતો. તેણે નોંધાવેલી ફરિયાદ મુજબ જ્યારે તે બોરીવલી ધીમી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેનો મોબાઈલ ફોન એક શખ્સ છીનવીને ભાગી ગયો હતો. તેણે RPFની ચોકીમાં પકડી પાડવામાં આવેલી વ્યક્તિની ઓળખ એ જ વ્યક્તિ તરીકે કરી કે જેણે તેનો ફોન છીનવ્યો હતો.
પોલીસને શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાં તપાસ કરતાં એક VIVO મોબાઇલ(Vivo mobile) મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ એમડી રફીકુલ શેખ અંસારાલી હોવાનું જણાવ્યું. તેમ જ તેણે પેસેન્જરનો મોબાઈલ છીનવી લીધો હોવાની કબૂલાત પણ કરી હતી. આગળની કાયદાકીય કાર્યવાહી(Legal Actions) માટે તેને અંધેરીની GRP પોલીસને સોંપવામાં આવ્યો હતો જ્યાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!! ચોમાસામાં આ વર્ષે પણ મુંબઈ પાણીમાં ડુબશે, સરકારે હાથ ઉપર કરી દીધા…જાણો વિગતે
