Site icon

લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના આ વિસ્તારથી પકડયા બંટી-બબલી.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

લગભગ 35 લાખ રૂપિયાના ડ્રગ્સ(Drugs)ના જથ્થા સાથે હેરોઈનના(Heroin) જથ્થા સાથે મુંબઈ(Mumbai)ની દહિસર પોલીસે(dahisar police) બંટી-બબલીની ધરપકડ કરી હતી. વર્ષોથી આ પતિ-પત્નીની જોડી ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલી હતી અને રેલવે લાઈન પર લોકોને ડ્રગ્સ વેચતી હતી. પોલીસે તેમની પાસેથી 295 ગ્રામ હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પતિ-પત્નીની આ જોડી દહિસરના આંબાવાડી વિસ્તારમાં રહે છે. બંને જણ ડ્રગ્સ વેચવાના કારોબારમાં સંકળાયેલા હતા. તેમની ઉપર પહેલા પણ ડ્રગ્સ વેચવાનો આરોપ થઈ ચૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો : પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના ડ્રીમ પ્રોજેક્ટ પર પડશે હથોડો? હાઈ કોર્ટે આપ્યો આ આદેશ.. જાણો વિગતે.

પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ડીસીપી સ્કવોડની(DCP squad) એટીસી ટીમે(ATC Team) દહિસર(પૂર્વ)ના આંબાવાડી જંકશન પર પુષ્પ વિહાર કોલોનીમાં છાપો મારીને બંને આરોપીની ધરપકડ કરી હતી. તેમના ઘરેથી 295 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેની કિંમત 35 લાખ 40 હજાર છે. બંનેની ધરપકડ બાદ તેમને 11 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. તપાસમાં પોલીસને જણાયું હતું કે  પતિ-પત્ની રેલવે પાટા પર સવારના 11  વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી ડ્રગ્સ વેચવાનું કામ કરતા હતા.
 

Exit mobile version