News Continuous Bureau | Mumbai
મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(MMRDA) માટે જે રીતે ચેંબુરથી(Chembur) જેકબ સર્કલ વચ્ચે દોડતી મોનો રેલ પ્રવાસીઓને(Commuters) અભાવે ધોળો હાથી સાબિત થઈ છે. એવું જ કંઈ હવે મુંબઈના પશ્ર્ચિમ પરાંમાં ચાલુ કરેલી બે મેટ્રો લાઇન(Metro line) માટે જણાઈ રહ્યું છે. નવી બે મેટ્રો લાઇન ચાલુ થયાના એક મહિના પછી અપેક્ષા મુજબના પ્રવાસીઓ પ્રવાસ નથી કરી રહ્યા.
મુંબઈમાં ગયા મહિને બીજી એપ્રિલના ગુડી પડવાના દિવસથી મેટ્રો-ટૂએ અને મેટ્રો-સાતને ચાલુ કરવામાં આવી હતી. મેટ્રો-ટુએમાં દહિસર થી દહાણુકરવાડી (નવ સ્ટેશન) અને મેટ્રો સાત લાઈનમાં(Metro line) દહીસરથી આરે (૧૦ સ્ટેશન) વચ્ચે મેટ્રો દોડી રહી છે. મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ લગભગ એક મહિના પછી બંને નવી લાઈનમાં રોજના માંડ ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ લોકો પ્રવાસ કરતા હોવાનું કહેવાય છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જ નથી. લગભગ એક મહિનાના સમયગાળામાં આઠ લાખથી વધુ લોકોએ મેટ્રોનો પ્રવાસ કર્યો છે.
મેટ્રોને એક મહિનામાં ભાડા પેઠે દોઢ કરોડ રૂપિયાથી વધુ આવક પ્રાપ્ત કરી છે. દહીસરથી દહાણુકરવાડી(dahisar) વચ્ચે રોજના ૧૫૦થી વધુ મેટ્રોની ફેરી દોડાવાય છે, જ્યારે એક ટ્રેનમાં ૨૩૦૦થી ૨૫૦૦થી વધુ પ્રવાસી ટ્રાવેલ કરવાની ક્ષમતા ધરાવે છે. મેટ્રોની ૧૫૦ સર્વિસીસના હિસાબે જોવામાં આવે તો રોજ ૩,૪૫,૦૦૦ જેટલા લોકો ટ્રાવેલ કરી શકે છે, પરંતુ આજની તારીખે વર્કિંગ ડેમાં રોજ ના પચ્ચીસ હજારની આસપાસ લોકો ટ્રાવેલ કરે છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો! લોકલ ટ્રેન બાદ મફતિયા પ્રવાસીઓ અહીં પણ ધૂસી ગયા.ખુદાબક્ષો પાસેથી વસૂલ્યો આટલો દંડ જાણો વિગતે.
વર્કિંગ ડે સિવાય હજુ પણ વીકએન્ડમાં લોકો સૌથી વધુ મેટ્રોમાં ટ્રાવેલ(Metro travel) કરે છે. બંને લાઈનમાં અપેક્ષા મુજબ પ્રવાસીની સંખ્યા નહીં વધવા માટે મેટ્રોના અધિકારીના કહેવા મુજબ સમગ્ર કોરિડોરમાં ૩૦ સ્ટેશન છે, જેમાંથી અત્યારે ૧૮ સ્ટેશનની વચ્ચે જ મેટ્રો ટ્રેન ચાલુ થઈ છે. બંને કોરિડોરને છેક અંધેરી સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યા પછી પ્રવાસીની સંખ્યા વધશે.
આ દરમિયાન મેટ્રોપોલિટન રિજનમાં(Metropolitan region) બે નવી મેટ્રો લાઇન ચાલુ કરવામાં આવ્યા પછી પ્રવાસીઓના પ્રતિભાવ અંગે જેન્ડર ઈન્ક્લુઝિવ ફ્યુચર ટ્રાન્સપોર્ટ (જીઆઈએફટી) પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ અને પુરુષોના મેટ્રોના પ્રવાસ અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. નવી મેટ્રો લાઈનના પ્રવાસમાં લગભગ ૭૮ ટકા મહિલાએ મેટ્રોના ટ્રાવેલ વખતે ‘મહિલા કોચ’ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. આમ છતાં મેટ્રો લાઈનમાં ટ્રાવેલ કરનારી ફક્ત ૩૫ ટકા મહિલાએ આ રૂટમાં ટ્રાવેલ કરવાનું સુરક્ષિત માન્યું હતું. એટલું જ નહીં, પચાસ ટકા પુરુષોએ આ રૂટ સુરક્ષિત હોવાનું કહ્યું હોવાનું મુંબઈ મેટ્રો પોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી નું કહેવું છે.