News Continuous Bureau | Mumbai
ભાજપ-શિવસેના(BJP-Shiv sena) વચ્ચે ભ્રષ્ટાચારના આરોપોને લઈને દિવસેને દિવસે યુદ્ધ વકરી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC)પર શિવસેના(Shivsena)ને હટાવી સત્તા કબજે કરવા ભાજપે(BJP) કમર કસી લીધી છે. મુંબઈ(Mumbai)માં ભાજપે(BJP) રવિવારથી મોટા પાયા પર ભ્રષ્ટાચાર પોલ-ખોલ અભિયાન હાથ ધર્યું છે, જેમાં મુંબઈ(Mumbai)ના દરેક વોર્ડ સ્તરે સત્તાધારીએ કરેલા ભ્રષ્ટાચાર બહાર લાવવામાં આવશે એવી ભાજપે જાહેરાત કરી છે.
ભાજપના મુંબઈના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા(Mangal Prabhat lodha)એ રવિવારે પોલ-ખોલ અભિયાન ચાલુ કર્યું છે, જેમાં તેમણે ભાજપ(BJP)ના કાર્યકર્તાઓને ઘરે-ઘરે જઈને ફરી મુંબઈગરાને પાલિકામાં આચરેલા ભ્રષ્ટાચારથી લોકોને જાણ કરવાના નિર્દેશ આપ્યા હતા.
પોલ-ખોલ અભિયાન હેઠળ મુંબઈના રસ્તાઓ પર ભાજપની મોબાઈલ વેન ફરવાની છે, જેનું ઉદ્ઘાટન રવિવારના ગોરેગામ(વેસ્ટ)માં પતરા ચાલ વોર્ડ નંબર 58થી ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વિધાનસભ્ય વિદ્યા ઠાકુરે પતરા ચાલના રિડેવલપમેન્ટ માં આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારને મુદ્દે સ્થાનિક લોકોનું ધ્યાન દોર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચારઃ મુંબઈના આ ધારાસભ્યની પત્નીએ આત્મહત્યા કરી.. જાણો વિગતે
ભાજપ છેલ્લા અનેક દિવસથી શિવસેના પર સતત ભ્રષ્ટાચારના આરોપ કરી રહ્યું છે. મહાવિકાસ આઘાડીના (MVA )અનેક નેતાઓના ભ્રષ્ટાચાર પણ બહાર લાવી રહી છે, જેમાં મુંબઈ મહાનગરપાલિકા(BMC)માં સત્તાધારી શિવસેનાએ 3 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આરોપ પણ કર્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ આટલા વર્ષ શિવસેના સાથે પાલિકામાં સાથે સત્તા ભોગવી રહી હતી.