News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના એકદમ નજીકના વિશ્વાસુ અને શિવસેનામાં કદાવર નેતા ગણાતા મિલિંદ નાર્વેકરની એન્ટ્રી હવે ક્રિકેટ મેદાનમાં થઈ છે.
મિલિંદ નાર્વેકરને મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના મંબઈ પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નીમવામાં આવ્યા છે. આ અગાઉ પ્રસિદ્ધ મંદિર તિરુમાલા તિરુપતિ ટ્રસ્ટમાં પણ તેમને સભ્ય બનાવવામાં આવ્યા હતા.
તાજેતરમાં મુંબઈ ક્રિકેટ એસોસિયેશનની વાર્ષિક સામાન્ય બેઠકમાં તેને લગતો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં હસ્તાક્ષર કરનારા 109 સભ્યમાં ત્યારે હાજર હતા. મિલિંદ નાર્વેકરની સાથે જ નિલેશ ભોંસલેનો પણ ગવર્નિંગ કાઉન્સિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકર બીસીસીઆઈમાં મુંબઈ ક્રિકેટ અસોસિયેશનનું પ્રતિનિધિત્વ કરશે.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાના આ નેતા પાસે 36 પ્રોપર્ટી અને 130 કરોડ રૂપિયા. આ બધું બન્યું માત્ર બે વર્ષમાં. ઈન્કમટેક્સ વિભાગનો દાવો.. જાણો વિગતે
મુંબઈ પ્રિમિયર લીગનું આયોજન મુંબઈ ક્રિકેટ એસોસિયેશન દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગની માફક મુંબઈ સ્તર પર કરવામાં આવશે. પ્રતિયોગિતાની જવાબદરાકી ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોની હોય છે. તેથી આ પદ પર બહુ સમજી વિચારી વ્યકિતને પસંદ કરીને નીમવામાં આવે છે.