ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. ત્યારે તાજેતરના એક અહેવાલ મુજબ મુંબઈમાં એક જ દિવસમાં 234 જેટલા ઓમીક્રોનના કેસ નોંધાયા હતા.
કસ્તુરબા હોસ્પિટલમાં કરવામાં આવેલા જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટમાં મુંબઈના કોવિડ દર્દીઓના નમૂના તપાસવામાં આવ્યા હતા. જેમાં ગુરવારે તેનો અહેવાલ આવ્યો હતો. તે મુજબ કુલ 234 કેસ ઓમીક્રોનના હતા અને એ તમામ કેસ મુંબઈ ના જ હતા.
મુંબઈમાં હોળી પહેલા જ ગરમીથી લોકો પરેશાન. શહેરમાં પારો 37 ડીગ્રીને પાર… જાણો આજે કેટલું રહેશે મહત્તમ તાપમાન …
એ સાથે જ મહારાષ્ટ્રમાં હવે ઓમીક્રોનના કેસની સંખ્યા 5005 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા પ,005 ઓમીક્રોનના કેસમાંથી 4,629 ઓમીક્રોનના દર્દીને ડિસ્ચાર્જ મળી ચૂક્યો છે.
આ દરમિયાન જોકે બે દિવસમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં હાલ ફક્ત 42,118 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તો ફક્ત 602 લોકો ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન સેન્ટરમાં છે.
 
			         
			         
                                                        