ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
મુંબઈમાં આગના બનાવો અવાર નવાર બનતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર આગ મુંબઈ શહેરમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શહેરના જોગેશ્વરી ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ વે નજીક સવારે 11 વાગ્યાની આસપાસ SBI બેંકના ATM મશીનમાં આગ ફાટી નીકળી હતી. જોગેશ્વરી પૂર્વમાં SRPF કેમ્પના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલુ ATM મશીન આ ઘટનામાં બળીને ખાખ થઈ ગયું છે. જોકે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ આવી પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધા કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ એટીએમ મશીન સંપૂર્ણપણે બળી ગયું હતું. જો કે આગમાં કેટલી રૂપિયાની નોટો બળી ગઈ તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પરંતુ લાખો રૂપિયાની નોટો બળી જવાની આશંકા છે. હાલ ATMમાં આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ ચાલી રહી છે.