ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
મંગળવારે સવારે મુંબઈના ગેટવે પરથી મુસાફરોને લઈ જઈ રહેલી અજંતા બોટમાં પ્રવાસ કરી રહેલો એક યુવક દરિયામાં પડી ગયો હતો. સદનસીબે તેને તરતા આવડતું હોવાથી તે બચી ગયો હતો.
બોટમાં પ્રવાસ કરી રહેલા યુવકનું નામ પ્રશાંત કાંબલે છે અને તે તરી શકતો હોવાથી બચી ગયો હતો. પોતાની ભૂલને કારણે તે બોટમાંથી પડી ગયો હોવાથી તેણે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી હોવાનું જાણવા મળ્યું હતું.
તો મુંબઈમાં લગ્ન પ્રસંગમાં અનલિમિટેટ માણસો આપી શકશે હાજરી. જાણો કેમ?
અજંતા બોટમાં મુસાફરી કરતી વખતે મુસાફરો ઘણીવાર તેમનો જીવ મુઠ્ઠીમાં બાંધીને પ્રવાસ કરતા હોય છે. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ પ્રશાંત કાંબલે સવારે 9 વાગ્યે અજંતા બોટ દ્વારા ગેટવેથી માંડવા જઈ રહ્યો હતો. આ વખતે પ્રશાંત બોટની એક તરફ ઊભો હતો. તે સમયે બોટના ક્રૂએ તેને ત્યાં ઊભા ન રહેવા જણાવ્યું હતું. તેની વાત નહીં સાભળવું પ્રશાંતને ભારે પડયું હતું અને તેનું બેલેન્સ જતા તે દરિયામાં તેના સામાન સાથે પડી ગયો હતો. તરતા આવડતું હોવાથી તે પાણીમાં ડૂબ્યો નહોતો. સમયસર દોરડાની મદદથી તેને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.