ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર
ઘણા દેશોમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન વચ્ચે ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે.
ભારતીય તપાસ એજન્સીઓએ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં સામેલ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની UAEમાંથી ધરપકડ કરી છે.
અબુ બકર વિરુદ્ધ વર્ષ 1997માં રેડ કોર્નર નોટીસ ઈશ્યુ કરી હતી અને ત્યારથી તેને ઝડપી લેવા ગતિવિધિઓ થઇ રહી હતી.
ઉલ્લેખનીય છે કે 1993માં મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ 12 બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકો માર્યા ગયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા.