News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) મહાવિકાસ આઘાડીની(Mahavikas Aghadi) સરકાર તૂટી પડ્યા બાદ નવી શિંદે-ફડણવીસની સરકાર (Shinde-Fadnavis government) બની હતી. તેને ખાસ્સો સમય થઈ ગયા બાદ હજી પણ શિવસેના(Shivsena) તથા ભાજપ(BJP) વચ્ચે સામ-સામે આક્ષેપો ચાલી જ રહ્યા છે. તેમાં હવે ગણેશોત્સવમાં(Ganeshotsav) પોસ્ટરબાજીને મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે.
થોડા દિવસ પહેલા વરલી વિધાનસભા (Assembly) વિસ્તારમાં ભાજપની દહીંહાંડીને લઈને નિર્માણ થયેલો વિવાદ હજી ઠંડો પડ્યો નથી, તેમાં હવે ગણેશોત્સવમાં પોસ્ટર લગાડવાને લઈને ભાજપ-શિવસેના ફરી સામ-સામે થઈ ગયા છે.
ભાજપના દ્વારા એવા આરોપ કરવામાં આવ્યા છે કે તાડદેવમાં નિયમોનું પાલન કરીને ગણપતિબાપ્પાના પોસ્ટર(Poster of Ganapati bappa) લગાડવામાં આવ્યા હતા. છતાં તેમના હોર્ડિંગ્સ(hoardings) પર શિવસેનાએ જબરદસ્તીથી કબજો જમાવી દીધો હતો અને ગણપતિના હોર્ડિંગ્સ પર પોતાનો વ્યક્તિગત પ્રચાર કરતા હોર્ડિંગ્સ લગાવી દીધા હતા.
મિડિયામાં આવેલા અહેવાલ મુજબ ભાજપના યુવા મોર્ચા મુંબઈના કાર્યકર્તાઓ આજે સવારે યુવા મોર્ચા અધ્યક્ષ તેજિંદર સિંગ તિવાનાના નેતૃત્વમાં મુંબઈના તાડદેવ વિસ્તારમાં એસી માર્કેટ બસ સ્ટોપ પર પહોંચી ગયા હતા અને શિવસેનાના અરુણ દુધવાડકર દ્વારા ગણપતિ બાપ્પાના હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા, તેને ઉખાડીને ફેંકી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખના માટે મોટી મુસીબત આવી- ગેરકાયદે સ્ટુડિયો સંદર્ભે બીએમસી એ આ મોટું પગલું લીધું
મિડિયા સાથે વાત કરતા સમયે તેજિંદરે કહ્યું હતું કે ઉદ્ધવજી તમને મારી અપીલ છે કે અમારા નેતાઓએ જે બેનર લગાવ્યા છે તે નિયમને ધ્યાનમાં રાખીને લગાવ્યા છે. તેથી તેના પર પોતાના બેનર લગાડવાનું બંધ કરો. અન્યથા યુવા મોર્ચાને પોતાની સ્ટાઈલમાં જવાબ આપવો પડશે.
ભાજપના યુવા મોર્ચાએ શિવસેના આપેલી ચેતવણી બાદ પણ તેમના તરફથી સત્તાવાર કોઈ જવાબ આવ્યો નહોતો. જોકે આગામી દિવસમાં શિવસેના અને ભાજપ વચ્ચેનું યુદ્ધ વધુ વકરે એવી શક્યતા છે.