ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈના રસ્તાઓ હવે વધુ ચોખ્ખા અને ચકાચક જોવા મળશે. મુંબઈ મહાનગરપાલિકાને રસ્તાની સફાઈ કરવા માટે બે ઈલેક્ટ્રિક ઝાડુ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ મળવાના છે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયે રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ કરેલા ભંડોળમાંથી આ ઝાડુ લેવામાં આવવાના છે. આ અગાઉ આ ભંડોળમાંથી પાંચ ઇલેક્ટ્રિક ઝાડુ ખરીદવામાં આવ્યા છે. આ બે ઝાડુની ખરીદી સાથે જ પાલિકા પાસે હવે ઈલેક્ટ્રિક ઝાડુની સંખ્યા 24 થઈ જશે.
યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! સેન્ટ્રલ રેલવેમાં ફેબ્રુઆરીમાં આટલા કલાકનો મેગાબ્લોક; જાણો વિગત
અગાઉ કેન્દ્ર સરકારે ઉપલબ્ધ કરેલા આ ભંડોળમાંથી 4.75 કરોડ રૂપિયાનો પહેલો હપ્તો મળતા પાંચ ઈલેક્ટ્રિક ઝાડુ ખરીદવામા આવ્યા હતા. આ પાંચ ઝાડ ઓક્ટોબર 2021માં પાલિકાને મળ્યા હતા. હવે બાકી રહેલી 1.21 કરોડની રકમમાંથી વધુ બે ઝાડુ ખરીદવામાં આવવાના છે.
હાલ આ ઈલેક્ટ્રિક ઝાડુથી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન હાઈવે પર રસ્તા સાફ કરવામાં આવે છે. એ સિવાય બાંદરા-કુર્લો કોમ્પલેક્સ, સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ, ઈસ્ટર્ન ફ્રી વે પર આ ઝાડુથી સફાઈ કરવામાં આવે છે.