ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
નવી મુંબઈમાં ઘર લેવાનું સપનું જોઈ રહ્યા એ લોકો માટે આનંદના સમાચાર છે. ખિસ્સાને પરવડી શકે એવા ઘર માટે બહુ જલદી સિડકો લોટરી કાઢવાનું છે. સિડકો નવી મુંબઈમા પાંચ હજાર ઘર માટે લોટરીની પ્રક્રિયા ચાલુ કરી છે.
રાજયના નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેના કરેલી જાહેરાત મુજબ બહુ જલદી નવી મુંબઈના કળંબોલી, તળોજા અને દ્રોણાગીરી વગેરે સ્થળે પર રહેલા ઘર માટે આ લોટરી કાઢવામાં આવવાની છે.
નવી મુંબઈમાં સિડકો તરફથી પાંચ હજાર ઘરની મહાગૃહનિર્માણ યોજના છે. આ ઘરકુલ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકો, અત્યંત ઓછી આવક ધરાવતા લોકો માટે ઘણસોલી, ખારઘર, કળંબોલી, તળોજા અને દ્રોણાગીરીમાં ઘર ઉપલબ્ધ થવાના છે.
આ ઘર માટે લોટરીની પ્રક્રિયા જાન્યુઆરી 2022થી ચાલુ થવાની હોવાનું એકનાથ શિંદેએ કહ્યું હતું.
સોમવારની સવારે મુંબઈ શહેરના બે વિસ્તારમાં લાગી આગ. વિલેપાર્લે અને ભાયખલા. જાણો વિગત