ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
એક તરફ મુંબઈમાં કોરોના અને ઓમાઈક્રોનના કેસનો વિસ્ફોટ થયો છે, તો બીજી તરફ પાણીજન્ય કહેવાતી બીમારીએ પણ મુંબઈને પોતાના ભરડામાં લઈ લીધું છે. મુંબઈમાં મલેરિયા અને ગ્રેસ્ટોના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં મલેરિયાના 288 તો ગ્રેસ્ટ્રોના 433 અને ડેંગ્યુના 40 કેસ નોંધાયા છે.
મુંબઈમાં નિયંત્રણમાં આવેલો કોરોના અને તેના વેરિયન્ટ ઓમાઈક્રોને મુંબઈગરોને તેના ભરડામાં લેવાનું ચાલુ કરી દીધું છે. મુંબઈ મહાનગરપાલિકાની યંત્રણા તેને કાબુમાં લેવાના પ્રયાસમાં છે, ત્યાં તો હવે મલેરિયા, ડેંગ્યુ અને ગ્રેસ્ટોએ માથુ ઉચકતા પાલિકાના આરોગ્ય યંત્રણામાં પણ વધારાનો ભાર આવી ગયો છે.
નવેમ્બરમાં મલેરિયાના 326, લેપ્ટોના 10, ડેંગ્યુના 106, ગેસ્ટ્રોના 133, હેપેટાઈટીસના 37, ચિકનગુનિયાના 20 અને સ્વાઈનફ્લૂના એક દર્દી નોંધાયો હતો. ડિસેમ્બરમાં પણ આવી જ પરિસ્થિતિ રહી હતી, જેમાં મલેરિયાના 288, ડેંગ્યુના 40, ગેસ્ટ્રોના 433, હેપેટાઈટીસના 37, ચિકનગુનિયાના 12 કેસ થયા હતા. ખાસ કરીને ગ્રેસ્ટોના કેસમાં ઘરખમ વધારો થયો હતો. સદનસીબે જોકે ડિસેમ્બરમાં એક પણ દર્દીનું મોત થયું નહોતું.
અરે વાહ! પર્યટકો માટે મુંબઈમાં પહેલી વખત બનશે ટ્રી હાઉસ, શહેરના આ વિસ્તારમાં બનાવવામાં આવશે; જાણો વિગત
2021ના આખા વર્ષ દરમિયાન મલેરિયાના 5193 દર્દી નોંધાયા હતા. તો લેપ્ટોના 224 દર્દી નોંધાયા હતા. તો ચાર દર્દીના મોત થયા હતા. ડેંગ્યુના 867 કેસ અને ત્રણ દર્દીના મોત થયા હતા. ગેસ્ટ્રોના 3110, હેપેટાયટિસના 308, ચિકનગુનિયાના 80 અને સ્વાઈનફલુના 64 દર્દી નોંધાયા હતા.