ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
સમૃદ્ધી હાઈવેને કારણે મુંબઈથી નાગપૂર વચ્ચેનું અંતર ઘટી ગયું છે. પરંતુ વાહનમાલિકોના ખિસ્સાને બરોબરનો ફટકો પડવાનો છે. કારણ કે આ હાઈવે નો ઉપયોગ કરવા બદલ વાહનચાલકોને ચૂકવવી પડવાની છે ટોલના સ્વરૂપમાં મોટી રકમ.
હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધી હાઈવે પરથી મુંબઈથી નાગપૂર સુધીના કારના પ્રવાસ માટે પૂરા હાઈવે પર વાહનચાલકોને 1,213 રૂપિયાનો ટોલ ચૂકવવો પડવાનો છે. સમૃદ્ધી હાઈવે પર ટોલ વસૂલવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ 26 જગ્યાએ ટોલનાકા ઊભા કરવામાં આવવાના છે.
મુંબઈથી નાગપૂર એ 701.480 કિલોમીટરનો રસ્તો છે. આ રસ્તા પર કુલ 26 જગ્યાએ ટોલ ભરવો પડશે. જેમાં કાર,જીપ, વેન અથવા હલકા વાહનો માટે પ્રત્યેક કિલોમીટર પાછળ પોણા બે રૂપિયા (1.73)નો ટોલ વસૂલવામાં તો આવવાનો છે. હળવા કર્મશિયલ વાહનો, હળવા માલવાહક વાહનો અથવા મિની બસને 2.79 રૂપિયાનો ખર્ચ થશે. બસ અથવા ટ્રક માટે 5.85 રૂપિયા પ્રતિ કિલોમીટરે થશે.
સમૃદ્ધી હાઈવે પર ટુ વ્હીલર, થ્રી વ્હીલર, છ સીટવાળી ઓટોરીક્ષા તથા ટ્રેક્ટર પર પ્રતિબંધ હશે. સમૃદ્ધી હાઈવે પર નાગપુર, વર્ધા, અમરાવતી, વાશીમ, બુલઢાણા, જાલના, ઔરંગાબાદ, અહમદનગર, નાસિક અને થાણે આ દસ જિલ્લામાંથી પસાર થશે. તેમ જ ચંદ્રપૂર, ભંડારા, ગોંદિયા, પરભણી, નાંદેડ, બીડ, ધુળે, જળગાંવ, પાલઘર અને રાયગઢ આ 14 જિલ્લાને તેનો ફાયદો થશે.
સોસાયટી કમ્પાઉન્ડમાંથી કચરો નથી ઉપાડયો? તો કરો મુંબઈ મહાનગરપાલિકાને આ નંબર પર ફરિયાદ જાણો વિગત,
આ હાઈવે સાથે મહારાષ્ટ્રના કુલ 24 જિલ્લા જોડાવાના છે. તેમ જ 26 તાલુકા અને 392 ગામમાંથી આ હાઈવે પસાર થાય છે. હાઈવે પર વાહનોની 150 કિલોમીટરની સ્પીડે વાહન દોડાવી શકાશે.